દરગાહ રસ્તા વચ્ચે ગેરકાયદેસર બંધાયેલ હતી તેથી તંત્ર દ્વારા લેવાયો નિર્ણય
તાલુકાના ડુમીયાણી ગામે આવેલ સોસાયટીમાં જતા રસ્તા ઉપર ગેરકાયદેસર બંધાઈ રહેલી દરગાહનું દબાણ તંત્રએ સુચના આપવા છતા ન હટાવતા ગઈકાલે તંત્ર દ્વારા આ બાંધકામ તોડી પડાયું હતુ.ડુમીયાણી ગામે એક પણ મુસ્લીમ પરિવાર રહેતુ ન હોવા છતા અમુક લેભાગુ તત્વો દ્વારા સોસાયટીના જતે રસ્તાની વચ્ચે દરગાહનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતુ. આ વાત ગ્રામજનોએ ગ્રામ પંચાયતએ રજૂઆત કરતા ગ્રામ પંચાયત દ્વારા બાંધકામ કરતા મજૂરોને આ કામ નહી કરવા બે વખત મૌખીકસૂચના આપેલ છતા તંત્રની ચેતવણીને ઘોળીને પી જતા આખરે આ મામલે ગઈકાલે મામલતદાર મહેશ ધનવાણીની આગેવાનીમાં ટીડીઓ પોલીસ સ્ટાફ રેવન્યુ સ્ટાફ, ગ્રામ પંચાયત કર્મચારીની હાજરીમાં ગેરકાયદેસર રીતે થયેલુ બાંધકામ તોડી નાખવામાં આવેલ હતુ અત્રે ઉલ્લેખનીય છે કે ડુમીયાણી ગામે એક પણ મુસ્લીમ પરિવાર વસવાટ નહી કરવા છતા કોઈ શખ્સોએ ખોટુ વૈમનસ્ય ઉભુ કરવા આવું ગેરકાયદેસર બાંધકામ કરતા સ્થાનીક ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.