રમજાન માસમાં બે જુથ વચ્ચે ધિંગાણામાં
અજમેરથી ઝડપાયેલા પિતા અને બે પુત્રને રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરાશે
શહેરમાં રમજાન માસમા પંચાટડી વિસ્તારમાં સરાજાહેર ફાયરીંગ પ્રકરણ ઝડપાયેલા ત્રણ આરોપીને આજે કોર્ટમાં 1ર દિવસની રીમાન્ડ ની માંગ સાથે રજુ કરવામાં આવશે જયારે ચોથો આરોપી અને પોલીસને એક વેટનું છેટુ રહી ગયું હોવાની વાત બહાર આવી છે. સંભવીત સાંજ સુધીમાં તેની પકી પાડવા સ્થાનીક પોલીસે પગેરુ દબાવી લીધી છે.
આ દિવસ પહેલા શહેરના પંચાયત વિસ્તારમાં રાત્રીના બે વાગે ફાયરીંગ કરી એક નિર્દોષ સહીત ચાર વ્યકિતને ઇજા થઇ હતી જેમાં દિલાવર ઓસમાણ હિગોરા,
સલીમ દલ, સોયલ સલીમ હિગોરા, અકરમ દિલાવર હિંગોરા, મોહસીન દિલાવર હિગોરાએ પોતાની પાસે રહેલ હથીયારમાંથી ફાયરીંગ કરી હાથ ફાંડીનો મામદ અલી સમા ઉર્ફે મામલો, જાવીીદ ધરાર ઉર્ફે જયલો, જાવીદ આમદ સંઘાવાણી અને એક નિર્દોષ વ્યકિતને ઇજા કરી ફરાર ગઇ ગયા હતા. તેમાંથી ગઇકાલે એલ.સી.બી. પોલીસે રાજસ્થાન અજમેર ગામેથી ચોકકસ બાતમીને આધારે દિલાવર ઓસમાણ હિંગોરા, તેનો દિકરા અકરમ દિલાવર હિગોરા, અને મોહસીન દિલાવર હિગોરાને ઝડપી લઇ સ્થાનીક પોલીસે સોંપી આપ્યા હતા.
જયારે બે આરોપી પોલીસ પહોચથી દુર છે તેમાં સલીમ દલ અને સ્થાનીક પોલીસની ટીમને એક વેટ છેટુ રહી ગયેલ હતુ સંભવીક આજ સાંજ સુધીમાં સ્થાનીક પોલીસ ઝડપી લે તેવી સંભાવના છે. જયારે ગઇકાલે ઝડપાયેલા દિલાવર ઓસમાણ હિગોરા સહિત ત્રણેય આરોપીને કોર્ટમાં 1ર દિવસના રિમાન્ડ માટે રજુ કરવામાં આવશે ઝડપાયેલા આરોપી પાસેથી હથીયારો કયાઁથી કોની પાસેથી કોણ લઇ આવ્યું છે. તેમ જ કેટલા હથીયારોમાં ઉપયોગ થયો છે. હજુ કેટલા હથીયારો છે તે સહીતના મુદ્દા ઉપર તપાસ કરાઇ રહી છે. જયારે સ્થાનીક પી.આઇ. કે.કે. જાડેજા એ પણ એક ટીમ રાજય બહાર મોકલી હોવાનું જાણવા મળે છે તેમાં ચોથો આરોપી સલીમ દલને ઝડપી લેવા કમર કસી છે.