અધો કરોડની જમીન દબાવીને બેઠેલા ત્રણ શખ્સો: સર્વ નં. 164 ખેતી લાયક જમીન ઉપર કબજો જમાવ્યો હતો

અબતક,કીરીટ રાણપરીયા ઉપલેટા

તાલુકાના મેરવદર ગામે સરકારી જમીન ઉપર ત્રણ શખ્સો દબાણ કરી કબજો જમાવી બેઠેલા શખ્સો પર મામલતદાર ધનવાણીએ તવાઇ ઉતારી સરકારી અને બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી દેવા દબાણ કરતા શખ્સો ફફડી ઉઠયા હતા.

મેરવદર ગામે ખેતીલાય સરકારી જમીન સર્વ નંબર 164 પૈકી 1માં ભરત સુરાભાઇ કરમરા દ્વારા હે. 023-00 6 વર્ષથી તેમજ સુરા વેલાભાઇ કરમરા દ્વારા હે. 024-00 ચો.મી. તેમજ સર્વે નં. 213 માં જીકા રામાભાઇ બઢ દ્વારા હે. 2-80-00 ત્રણ વર્ષથી ખેતી લાયક સરકારી જમીન કિંમત બાવન લાખ ચોત્રીસ હજાર રૂપિયા ની જમીન મામલતદાર મહેશ  ધનવાણી અને તેમની ટીમ દ્વારા ખાલી કરાવી ગેરકાયદેસર વાવેતર અને બાંધકામ ઉપર જેસીબી ફેરવી દેવા તાલુકામાં આવા દબાણ કરી બેઠેલો શખ્સોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આનો ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા અનાજ અને ગેરકાયદેસર રેતીનો જથ્થો પણ પકડી પાડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.