લોકડાઉનનો કડકપણે અમલ થાય તે માનવ જીંદગી માટે અતિ મહત્વનું છે પણ છતાંય ઘણાય લોકો કામ વગર બહાર નિકળી પડતા તેને લોકડાઉનના ભંગ બદલ સ્થાનિક પોલીસે ૨૦ શખ્સોને ઝડપી લીધા હતા અને અનેક વાહનો ડિટેઈન કર્યા હતા. ઈન પીઆઈ વી.એમ.લગારીયા, પીઆઈ બી.આર.બેરા સહિતના સ્ટાફે છેલ્લા બે દિવસમાં કારણ વગર લોકડાઉનમાં બહાર આંટા મારવા નીકળેલા ૨૦ જેટલા શખ્સો અને ૫૦ થી વધુ ટુ વ્હીલરોને ડિટેઈન કરી તમામને કાયદાના પાઠ ભણાવ્યા હતા.
પ્રાપ્ત થતી વિગતો મુજબ લોકડાઉન ભંગ કરતા આશિષ દિનેશ સૈજા (જાતે.પટેલ, ઉ.વ.૨૩, રહે.સ્વામીનારાયણ સોસાયટી), ખીમાણંદ લક્ષમણ કસોટા (ઉ.વ.૧૯, જાતે. આહિર), મોહસીન સલીમ સાબુવાળા (ઉ.વ.૩૪, રહે.ફુલારા બગીચા), હુસેન સલીમ કટારીયા (ઉ.વ.૪૮, રહે.પંચાટડી ચોક), સલીમ ગફાર પઠાણ (ઉ.વ.૪૮, રહે.રસુલપરા), મજીદ વલી પિંજારા (ઉ.વ.૫૮, રહે.નવાપરા ચોક), પરવેજ વાહીદ શેખ (ઉ.વ.૨૮, રહે.દરબારગઢ ચોક), પ્રવિણ ધી ધરેજીયા (ઉ.વ.૩૦, રહે.આમ્રપાલી સોસાયટી), અશોક નાથા વિરડા (ઉ.વ.૩૭, રહે.ગણોદ), મેહુલ વિનોદ સોલંકી (ઉ.વ.૨૯, રહે.નાગનાથ ચોક), ફાક યાકુબ બકાલી (ઉ.વ.૩૪, અશ્ર્વિન ટોકીઝ ચોક), જયેશ મનસુખ સોલંકી (ઉ.વ.૨૮, રહે.દ્વારકાધીશ સોસાયટી), ભાવસિંહ મનસુખ સોલંકી (ઉ.વ.૨૪, રહે.દ્વારકાધીશ સોસાયટી), એજાજ ફાક ડેડા (ઉ.વ.૨૩, રહે.સોની બજાર), ધર્મેશ હરસુખ કંડોરીયા (ઉ.વ.૨૮, રહે.દ્વારકાધીશ સોસાયટી), નયન હુશેન અબ્દુલ મીયા કાદરી (ઉ.વ.૨૩), મહમદ શબ્બીર મજીદ તાબુ (ઉ.વ.૪૪ રહે, નાથાણી ફળીયા), આરીફ અબ્દુલ ગફાર ગોંડિલ (ઉ.વ.૩૪, રહે.ધોરાજી), અબ્દુલ ગફાર ગોંડિલ (ઉ.વ.૪૮, રહે.અલીનગર, ધોરાજી), કાદર હુશેન બીડીવાલા (ઉ.વ.૩૦, રહે.શિસ્તીયા કોલોની, ધોરાજી) આ ઉપરાંત મનોજ લખમણ કરંગીયા (રહે.ઉપલેટા)વાળાને પીધેલી હાલતમાં ધરપકડ કરી હતી. જયારે કારણ વગર શહેરમાં બાઈક લઈને કરવા નિકળેલા ૫૦થી વધુ લોકોના વાહન ડિટેઈન કરી તમામને કાયદાનું ભાન કરાવ્યું હતું. આ તકે પીઆઈ વી.એમ.લગારીયાએ કામ વગર ઘરની બહાર ન નીકળવા અને લોકડાઉનનો અમલ કરવા લોકોને વિનંતી કરી હતી.