ગઈકાલે મકરસક્રાંતિના દિવસે સામાન્ય માનવી શોખ માટે પતંગ ચગાવતો હોય છે પણ રાજકીય માણસો નેતો કોઈ સમય કે બહાનું જોતું હોય છે ત્યારે ગઈકાલે પાસના પૂર્વ નેતા અને ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ પત્ની, પુત્ર, પુત્રવધુ, પૌત્રી સાથે પતંગ ચગાવ્યો હતો. જયારે પાસના મહિલા પૂર્વ નેતા અને હાલ ભાજપને ભારે પડી રહેલા મહિલા અગ્રણી રેશ્મા પટેલે પણ સંક્રાંતિના દિવસે પતંગની સાથે અગાસી ઉપર ઉંધીયાની મોજ માણી હતી. લલીત વસોયા પોરબંદર બેઠક ઉપર પોતાનો પતંગ ઉડાડવા પુરો જુસ્સો ધરાવે છે. જયારે રેશ્મા પટેલ સૌરાષ્ટ્રમાં કોઈ એક લોકસભાની બેઠકમાં ભાજપની ઉંઘ ઉપાડવા જુસ્સા સાથે પતંગ ચગાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.