સોનાનો સેટ, રોકડ પુરસ્કાર સહિત લાખોના ઇનામો અપાયા ક્રિષ્ના ગ્રુપના પ્રેરણાદાય પગલાથી ગાયોને મળશે ઘાસચારો

શહેરમાં ખેલૈયાઓ માટે રાત પડીને દિવસ ઉગ્યો હોય તેવું વાતાવરણ ક્રિષ્ના ગ્રુપના સથવારે ગૌમાતાના લાભાર્થે એનીમલ હોસ્ટેલ દ્વારા આયોજીત ડી.ડી. જવેલર્સ નવરાત્રિ મહોત્સવમાં ગત રાત્રે વિજેતા બનેલા ખેલૈયાઓને દાતાઓ તેમજ સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે એકટીવા બાઇક સહીતના લાખોના ઇનામો આપવામાં આવ્યા હતા. ક્રિષ્ના ગ્રુપના પ્રેરણાદાય કાર્યને નગરજનોએ આવકારેલ હતું.

વિવિધ લક્ષી વિનય ગ્રાઉન્ડમાં દશેરાની રઢીયાળી રાત્રે ખેલૈયાઓ માટે જાણે રાત પડીને દિવસ ઉગ્યો હોય તેમાં મેગા ફાઇનલ રાઉન્ડમાં વહેલી સવારે નિષ્ણાયકો દ્વારા કિંગ અને કવિન અને સ્ટાઇલ કવિન સહિત વિજેતા ખેલૈયાઓના નામ જાહેર કરતા હજારો લોકોએ તાલીઓના ગગડાટ સાથે વધાવી લીધા હતા. ક્રિષ્ના ગ્રુપના સથવારે નવ નવ દિવસ સુધી ખેલૈયાઓ મન મુકીને રમ્યા હતા ગઇકાલે વહેલી સવારે નિષ્ણાયકો વિજેતાઓની જાહેરાત કરતા કિંગ તરીકે રવિ સોંદરવા અને કવિન તરીકે નિયતિ સેલાણી તેમજ સ્ટાઇલ કવિન તરીકે ધનવિ સુતરીયાને વિજેતા જાહેર કરતા તેઓને ડી.ડી. જવેલર્સ ધીમલભાઇ ડેર, તારીક પટેલ, માણેક જવેર્લ્સ દ્વારા એકટિવા બાઇક સોનાના પેડલ સેટ, તેમજ એનીમલ હોસ્ટેલ તરફથી રૂપિયા પંદર હજારના રોકડ પુરસ્કાર સહીતના લાખોના ઇનામો કિંગ કવિન સહિતના ખેલૈયાઓને આપવામાં આવ્યા હતા.

4

વિજેતા બનેલા કિંગને જીલ્લા ભાજપના પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, શહેરના પ્રથમ નાગરીક મયુરભાઇ સુવા, તાલુકા ભાજપ ના મહામંત્રી પૃથ્વીસિંહ ચુડાસમા, શહેર ભાજપના મહામંત્રી જીજ્ઞેશભાઇ ડેર હિન્દ મોઝેક વાળા હરિશભાઇ ડેર તેમજ કવિન વિજેતાને નગર પ્રાથમિક શિક્ષક  સંઘના પ્રમુખ ભાવેશભાઇ સુવા, એનીમલ હોસ્ટેલ સમીતીના ભરતભાઇ રાણપરીયા દાતા વિમલભાઇ ડેર, કારોબારી સમીતીના ચેરમેન જેન્તીભાઇ ગજેરા બ્રહ્મ સમાજના પ્રમુખ જીજ્ઞેશભાઇ વ્યાસ  ક્રિષ્ના ગ્રુપના જગુભાઇ સુવા, વિક્રમસિંહ સોલંકી, રાજનભાઇ સુવા ના હસ્તે કિંગ અને કવિનને એકટીવા બાઇકની ચાવી અર્પણ કરવામાં આવી હતી. અન્ય વિજેતાઓને એનીમલ હોસ્ટેલનાં અશોકભાઇ  શેઠ, પિયુષભાઇ માકડીયા, દેવેનભાઇ ધોળકીયા, મનોજભાઇ નંદાણીયા, સંજયભાઇ મુરાણી, ભાવેશભાઇ જેનાણી, અતુલભાઇ વાધાણી, નિલેશભાઇ ધડુક, ગોંડલ નગરપાલિકાના પ્રમુખ પ્રવિણભાઇ રૈયાણી, મુકેશભાઇ ભાલારા, રાજનભાઇ વ્યાસ, બહાદુરભાઇ ડાંગર, પુઁજાભાઇ વરુ, જગદીશભાઇ વાઢીયા સહીતના આગેવાનો હસ્તે ઇનામો અપાયા હતા. નવરાત્રી મહોત્સવ દરમ્યાન નવ નવ દિવસ સુધી સમગ્ર કાર્યક્રમની એલાઉન્સ ડી.કે. ચંદ્રવાડીયા ઉર્ફે દિવ્યેશ ઉપરેટી કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.