ભારતમાં સ્ત્રીઓમાં ૮૦ ટકા અને પુરુષોમાં ૬૦ ટકા લોહીના ટકા ઓછા જોવા મળે છે
ઉપલેટાના ડુમીયાણી ગામે આવેલ વ્રજભૂમિ આશ્રમ શાળામાં અભ્યાસ કરતી બાળાઓને હિમોગ્લોબીન વિશે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે રાજકોટની બી.ટી.સવાણી કિડની હોસ્પિટલના સૌજન્યથી આયોજન કરવામાં આવેલ હતું.આ માર્ગદર્શન કેમ્પમાં ઈવા આયુર્વેદ કોલેજના મેનેજીંગ ડિરેકટર ડો.ઉવર્શીબેન પટેલે જણાવેલ કે હાલના સમયમાં ભારતમાં સ્ત્રીઓમાં ૮૦ ટકા અને પુરુષોમાં ૬૦ ટકા લોહીના ટકા ઓછા જોવા મળે છે.
તેના માટે હિમોગ્લોબીનની ગોળી દરરોજ નિયમિત એક ભુખ્યા પેટે લેવી જોઈએ જેથી તત્વોનું પોષણ ૯૦ ટકા થી ૯૫ ટકા થાય છે. સામાન્ય રીતે પ્રાથમિક શાળામાં જતા બાળકોથી માંડી કોઈપણ ઉંમરના વ્યકિતઓ આ ગોળીઓ લઈ શકે છે.
ડાયાબીટીસ કે બીપી કે અન્ય દવાઓ આ ગોળી વચ્ચે એક કલાકનો સમયગાળો રાખવો જોઈએ. આ માર્ગદર્શન કેમ્પમાં પૂર્વ સાંસદ બળવંતભાઈ મણવર, બી.ટી.સવાણી હોસ્પિટલના કિશોરભાઈ કુંડારિયા, શાંતીભાઈ ફળદુ, સંસ્થાના પ્રિન્સીપાલ દિલીપભાઈ કોરડીયા હાજર રહેલ હતા. આ કેમ્પમાં ભાગ લેનાર તમામ ૫૦૦ બહેનોને વિનામુલ્યે ગોળીઓ આપવામાં આવી હતી.