પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે
1 કિલોમીટર લાંબી શોભાયાત્રા નિકળી: રવિવારે જીતુદાન અને રાજદાન ગઢવીનો ભવ્ય લોકડાયરો
ઉપલેટાના સેવાભાવી અને નામાંકિત પિઠળ ગૃપ દ્વારા આ પંથકમાં ચોથું શિખર બધ્ધ મંદિર બનાવી લોકોની ધાર્મિકતાની લાગણીમાં વધારો કર્યો છે. આજથી હડમતીયા ગામે ભવ્યથી ભવ્ય શ્રી પિઠળ માતાજી મંદિર મૂર્તિ અને શિવ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રણ દિવસીય ભવ્ય ધાર્મિક ઉત્સવનો પ્રારંભ થયો છે. આજે સવારે ઉપલેટાથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. જે હડમતીયા ગામે પહોંચી શાસ્ત્રોક્ત વિધીથી વિવિધ સમાજ શ્રેષ્ઠીઓ સાધુ-સંતોની હાજરીમાં પ્રારંભ થયો છે.
આ x વિશે માહિતી આપતા પીઠળ કૃપા ગૃપના નરેન્દ્રભાઇ સુવા (માસીર) દિપકભાઇ સુવા, કિશોરભાઇ સુવા, ભરતભાઇ સુવા, દિપકભાઇ એન.સુવા તેમજ હડમતીયા ગામના રસીકભાઇ ચાવડાએ જણાવેલ કે આજથી પિઠળ કૃપા ગૃપ દ્વારા હડમતીયા ગામે બનાવેલ પીઠળ આઇનું શિખર બધ્ધ મંદિરમાં શ્રી પિઠળ આઇ માતાજીની મૂર્તિ તેમજ શિવ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા ત્રિ-દિવસીય કાર્યક્રમ આજ સવારે ઉપલેટા ગામેથી સમસ્ત આહિર સમાજના પ્રમુખ નરેન્દ્રભાઇ સુવાના નિવાસસ્થાનેથી ભવ્ય શોભાયાત્રા સમાજ શ્રેષ્ઠી અને સાધુ-સંતોની હાજરીમાં નિકળી હતી. તે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હડમતીયા ગામે પહોંચતા તેને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સમસ્ત ગામ દ્વારા ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે પ્રથમ દિવસે સવારે આઠ કલાકે નગર યાત્રા, ગણપતિ પૂજન, મંડપ પ્રવેશ બપોરે એક વાગે હડમતીયા ગામે મંદિરમાં શુભસ્થાને વિરામ બપોરે બે કલાકે અગ્નિ સ્થાપન, ગૃહ સ્થાપન, ગૃહ હોમ, કુટિર હોમ, સાંજે 6 વાગે મૂર્તિ જલાધિવાસ સાથે નીરાજનમ તા.2ને શનિવારે સવારે આઠ વાગે દેવતા જાગરણ, સ્થાપિત દેવપુજન, જલયાત્રા 9.30 કલાકે પ્રસાદ, વાસ્તુ સવારે 11 વાગે સ્થાપના વિધી, તત્વ ન્યાસ હોમ બપોરે 1 વાગે મધ્યાહન વિરામ અને સમૂહ પ્રસાદ બપોરે 2 વાગે મૂર્તિપતી હોમ, શાત્વિક પૌષ્ટિક હોમ, સ્થાપ્ય દેવતા હોમ, પ્રસાદ શયનમ્, તત્વન્યાસ સાંજે 6 વાગે દેવતા શરયાધિવાસ, નિદ્રાવાદનમ્, સ્થાપિત દેવ સાયં પૂજન નીરાજનમ, જ્યારે તા.3ને રવિવારે અંતિમ દિવસે 7.30 કલાકે સૂર્યોદય આઠ વાગે, દેવતા જાગરણ, દેવતા સ્થાપન હોમ, બપોરે 12.30 કલાકે અભિજીત મુહુર્તમાં નિજ મંદિરમાં મૂર્તિપ્રવેશ તથા પ્રતિમાની પ્રાણ-પ્રતિષ્ઠા ધ્વજારોહણ બપોરે 1.30 કલાકે વિરામ, સમૂહ પ્રસાદ, બપોરે બે વાગે સ્થાપિત દેવતા હોમ, પૂજન બલિદાન સાંજે 4 વાગે પૂર્ણાહુતી નીરાજનમ્, પ્રાર્થના, આશિર્વાદ, મંડપ દેવતા વિર્સજન, સાંજે 4 કલાકે સમૂહ પ્રસાદ જ્યારે રાત્રે નવ વાગે લોક સાહિત્યકાર જીતુદાન ગઢવી અને ભજનિક રાજદાન ગઢવીનો ભવ્ય લોકડાયરો રાખેલ છે તો ધર્મપ્રેમી જનતાને ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવાઅને મહાપ્રસાદ લેવા જાહેર જનતાને પીઠળ કૃપા ગૃપનું આમંત્રણ છે.
પીઠળ કૃપા ગૃપે ઉપલેટા પંથકમાં ધર્મની ધ્વજા ફરકાવી ચાર શિખર બધ્ધ મંદિરના નિર્માણ કર્યા
શહેરનું સેવાભાવી અને ભારતીય ધાર્મિક સંસ્કૃતિને જાળવવા માટે જેમને ભેખ લીધો છે. તેવા પીઠળ કૃપા ગૃપ દ્વારા શહેરના જુના મુરખડાના માર્ગે ભવ્ય શિખર બધ્ધ શ્રી પિઠળ આઇનું મંદિર, ભાયાવદર રોડ ઉપર વિશાળ જમીનમાં કુંડલા હનુમાનજીનું મંદિર, શનિદેવ મંદિર, ધોરાજીની નાની પરબડી ગામે રામદેવજી મંદિર અને આજે હડમતીયામાં ભવ્ય પીઠળધામ મંદિરના નિર્માણમાં પ્રથમ યોગદાન રહ્યું છે. ઉપલેટા પંથકમાં ધાર્મિક સ્થળોએ લોકોનો પણ બહોળો પ્રવાહ જોવા મળી રહ્યો છે.
ત્રણ દિવસીય મહોત્સવમાં ગ્રામ્ય વિસ્તાર ધૂંવાડા બંધ
આજથી શરૂ થતાં હડમતીયામાં ત્રણ દિવસનો ધાર્મિક ઉત્સવમાં હડમતીયા સહિત આજુબાજુના ગામો માટે તેમજ ધર્મપ્રેમી જનતા માટે દરરોજ બે ટાઇમ ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરેલ છે.