ઘેટિયા સ્કૂલનું ૯૬.૪૯ %, વલ્લભ વિદ્યાલયનું ૯૦% તેમજ ડેલ્ટા સ્કૂલનું ૭૮% પરિણામ
ગઈકાલે ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થતાં જ કયાંક ખુશી તો કયાંક ગમનું વાતાવરણ જોવા મળેલ હતું. ઉપલેટા શહેરમાં ગઈકાલે બપોરબાદ સ્કૂલોમાં અપાયેલા ધોરણ-૧૨ સાયન્સના પરિણામ શહેરમાં પ્રથમ સ્થાને વી.પી.ઘેટિયામાં અભ્યાસ કરતી નિશા ભેટારીયા ૯૯.૭૬ પીઆર સાથે આવી હતી.
જયારે બીજા સ્થાને ડેલ્ટા સ્કૂલના ભાલોડિયા અક્ષય ૯૯.૩૯ પીઆર સાથે બીજા ક્રમે રહ્યો હતો. જયારે ત્રીજા સ્થાને વલ્લભ વિદ્યાલયની કરિના ગજેરા ૯૮.૨૭ પીઆર સાથે ત્રીજુ સ્થાન પ્રાપ્ત કરેલ હતું. જયારે શહેરનું સૌથી વધુ પરિણામ વી.પી.ઘેટિયા સ્કૂલનું ૯૬.૪૫% જોવા મળ્યું હતું. જેમાં ૫૭ વિદ્યાર્થીઓમાંથી ૫૫ વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા હતા. જયારે બીજા ક્રમે શહેરની વલ્લભ વિદ્યાલય સ્કૂલે ૯૦% પ્રાપ્ત કરેલ હતું.
જેમાં ૪૦ માંથી ૩૫ વિદ્યાર્થીઓ પાસ થયેલા હતા. જયારે ત્રીજા ક્રમે શહેરની ડેલ્ટા સ્કૂલે ૭૮% સાથે પ્રાપ્ત કરેલ હતું. જેમાં ૧૧૯ વિદ્યાર્થીમાંથી ૯૨ વિદ્યાર્થી પાસ થયેલા હતા. જયારે સ્કૂલમાં એકથી ત્રણ ક્રમમાં જોઈએ તો વી.પી.ઘેટિયા સ્કૂલમાં નિશા સુરેશભાઈ ભેટારીયા, ૯૯.૭૬ પ્રથમ, ફોરમ ઉમેદભાઈ કનેરીયા ૯૯.૩૬ બીજા ક્રમે, જીલ ગોવિંદભાઈ પનારા ૯૭.૫૭ અને સિધ્ધાર્થ રાજુભાઈ ચાવડા ૯૭.૫૭ પીઆર સાથે ત્રીજા ક્રમે રહ્યાં હતા.
જયારે વલ્લભ વિદ્યાલય સ્કૂલમાં પ્રથમ ક્રમે કરિના ગજેરા ૯૮.૨૭, બીજા ક્રમે શિવાની પરમાર ૯૮.૧૭, ત્રીજા ક્રમે નિર્સગ માંડલીયા ૯૭.૧૯ પીઆર સાથે આવેલ હતો. ડેલ્ટા સ્કૂલમાં પ્રથમ સ્થાને ભાલોડિયા અક્ષય ૯૯.૩૯, બીજા સ્થાને દર્શીતા શાહ ૯૮.૫૪ અને ત્રીજા સ્થાને આયુષી સાંતારા ૯૮.૧૭ પીઆર સાથે ઉતીર્ણ થયેલ હતા.