ઉપલેટામાં ગૌવંશ ઉપર યેલા હુમલાના ઘેરા પડઘા: હુમલાખોરને પકડી આકરી કાર્યવાહી કરવાની માંગણી
ઉપલેટામાં બે દિવસ પહેલા હિન્દુ સમાજની માં સમાન ગૌમાતાને ગાંધી ચોકમાં રાત્રીના સમયે કોઈ નરાધમે પડખાના ભાગમાં ધારદાર છરાનો ઘા મારી દેતા હાલતમાં ગૌ સેવા સમાજના ભાઈઓએ ગૌશાળાએ લઈ આવી સારવાર શ‚ કરી છતાં તંત્ર દ્વારા આવું અધમ કૃત્ય કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરતા આજે સવારે તેના પડઘા પડેલ હતા.
શહેરમાં ઘણી વખત ગૌમાતાને છરા મારવા, એસીડ ફેંકવાના બનાવો બનેલ છે. ત્યારે આવા નરાધમો આજ દિન સુધી પકડાયેલા ની. ત્યારે શહેરમાં બે દિવસ પહેલા કોઈ નરાધમે ગાંધી ચોકમાં રાત્રીનો લાભ ઉઠાવી ત્યાં બેઠેલ ગાયને પડખાના ભાગમાં ધારદાર રીતે મોટો છરો મારી દેતા ગૌભક્તો તેમજ ગૌપ્રેમીઓમાં તેના ઘેરા પડઘા શહેરમાં પડયા હતા. બે દિવસ બાદ પણ આવું અધમ કૃત્ય કરનાર શખસ નહીં પકડાતા આજે સવારે બસ સ્ટેન્ડ ચોકમાં ગૌભક્તો અને ગૌપ્રેમીઓ વિશાળ સંખ્યામાં એકઠા ઈ ગયા હતા ત્યાંી રેલી સ્વ‚પે બાવલા ચોક ગાંધી ચોક શહેરના રાજમાર્ગ ઉપર ફરી મામલતદાર કચેરીએ ઉપલેટાના મામલતદાર એક આવેદન પત્ર પાઠવવામાં આવેલ હતુ તેમાં ગૌ માતા પર છાસવારે થતા આવા હિચકારા હુમલાખોરોને પકડી તેની સામે આકરી કાર્યવાહી કરવા માંગણી કરેલ હતી
ઉપલેટામાં બે દિવસ પહેલા ગૌમાતાના પેટમાં મોટો છરો મારી હત્યા કરવાના પ્રયાસને ઉપલેટાના ગૌપ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ગૌ ભકતોમાં એવી લાગણી ઉઠવા પામી હતી કે ગુજરાતની ભાજપ સરકાર ગૌહત્યા વિ‚ધ્ધ કાયદો બનાવેલ હોવા છતા અમુક નરાધમો દ્વારા આવા બનાવોનો અંજાબ આપવમાં આવે છે.તો અંજામ આપનારા શખ્સો સામે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી ગૌ હત્યાનો કાયદો માત્ર કાગળ પર રહેવાને બદલે વાસ્તવિક ‚પ ધારણ કરે તો જ ગૌ ભકતોની લાગણી અને માંગણી રાજય સરકારે સ્વીકારેલ છે તેવું સાબીત થશે નહિતર માત્ર આ કાયદો કાગળ ઉપર રહેશે.