રણછોડદાસજીબાપુ ચેરિટેબલ હોસ્પિટલ અને માનવ સેવા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે યોજાયો નેત્રદાન કેમ્પ
ઉપલેટામાં મુળ ભાયાવદરના સેવાભાવી સિણોજીયા પરિવારના મોભી સ્વ.રણછોડભાઈ સિણોજીયાનું અવસાન થતા તેના પરિવાર દ્વારા નેત્રયજ્ઞ વિનામૂલ્ય કેમ્પનું આયોજન કરવામાં આવતા તેમાં બહોળી સંખ્યામાં દર્દીઓ હાજર રહી આ કેમ્પમાં ભાગ લીધો હતો. કેમ્પના દાતા ગીરીશભાઈનું સંતોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
ઉપલેટાના ઉધોગપતિ અને હાલ અમેરિકા સ્થિત ગીરીશભાઈ અને મુકેશભાઈના પિતાનું ૯૨ વર્ષની જૈફ વયે અવસાન થતા સ્વ.રણછોડબાપાના સ્મરણાર્થે રવિવારે શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ અને માનવ સેવા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે વિનામૂલ્યે નેત્રમણી, નેત્રયજ્ઞ, ઓપરશને સાથેનો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનું ઉદઘાટન ખીરસરા ગુરુકુલના મહંત નારાયણ સ્વરૂપદાસજી સ્વામી, ટીંબડી ગુકુલના મહંત ધર્મસ્વપદાસજી સ્વામી, તણસવા ગુરુકુલના મહંત હરિવલ્લભભાઈ સ્વામીના હસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ તકે પૂર્વમંત્રી એન.પી.કાલાવડિયા, પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, ગોપાલભાઈ ઝાલાવડિયા, કે.ડી.સિણોજીયા, અશોકભાઈ માકડિયા, મનિષભાઈ કાલરિયા, ગીરીશભાઈ આરદેશણા, વિનુભાઈ વાઘાણી, અશોકભાઈ વડાલીયા, લાલજીભાઈ રાઠોડ, જગદીશભાઈ બારૈયા, કિરણબેન પીઠીયા હાજર રહેલ હતા.