સાંસદ ઉપરાંત જિલ્લા ભાજપના બે મહામંત્રી, પૂર્વ ધારાસભ્ય દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરશે
ઉપલેટા શહેરમાં આવતા ઈ વર્ષ માટે નગરપાલિકાનું સુકાન કોને સોંપવું તે માટે પ્રમુખ અને ઉપપ્રમુખના દાવેદારો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાંધણછઠ્ઠ રૂપી સેન્સ લેવામાં આવશે. દાવેદારો ઉપરાંત ચૂંટાયેલી પાંખના સભ્યો તેમજ સંગઠનના હોદેદારોને સાંભળવામાં આવશે.
આગામી તા. રપમીએ નગરપાલિકાના વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ પુરી થઇ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણુંક કરવા માટે સેન્સ પ્રક્રિયા બપોર બાદ ત્રણ વાગે રાખવામાં આવી છે. તેમાં સાંસદ રમેશભાઇ ધડુક, જીલ્લા ભાજપના બે મહામંત્રી જયંતિભાઇ ઢોલ, ભરતભાઇ બોધરા ઉપરાંત પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઇ માકડીયા ઉ૫સ્થિત રહી હાલ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની ચુંટાયેલી પાંખના સભ્યો ઉપરાંત શહેરના હોદેદારોની સેન્સ લઇ તેનો રિપોર્ટ પાર્લામેન્ટ બોર્ડને તે મોકલી આપશે.