રોકડ અને ચાર મોબાઇલ મળી રૂ. 69 હજારનો મુદામાલ કબ્જે
ઉપલેટામાં ગેલેકસી હોટલ નામની દુકાનમાં વરલી ફીચરના આંકડા પર જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ અને ચાર મોબાઇલ મળી રૂ. 69,680 ના મુદામાલ સાથે એલસીબીની ટીમે ઝડપી લીધા છે.
ઉપલેટા શહેરમાં અશ્ર્વીન ચોકમાં આવેલી ગેલેકસી હોટલ નામની દુકાનમાં વરલી ફીચરના આંકડા પર જુગાર રમાતો હોવાની બાતમી રાજકોટ રૂરલ એલ.સી.બી.ની ટીમને મળી હતી.
બાતમીના આધારે હોટલમાં જુગારનો દરોડો પાડી વરલીનો જુગાર ખેલતા નિરવ નારણભાઇ ચુડાસમા, અફઝલ અનસભાઇ કાદરી, હસન મામદભાઇ ઠેબા, કેશુ કરમશીભાઇ ગજેરા, અને અમરશી જોણાભાઇ ઠાકોર નામના શખ્સોને રોકડ રૂ. 34,680 અને ચાર મોબઇલ મળી રૂ. 69,680 નો મુદામાલ એલસીબી પી.આઇ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. ડી.જી. બડવા, એચ.સી. ગોહિલ, એ.એસ.આઇ. મહેશભાઇ જાની, હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ જાડેજા અને નીલેશભાઇ ડાંગર સહીતના સ્ટાફે ઝડપી લીધા છે અગાઉ પણ આ હોટલમાંથી જુગાર રમતા શખ્સો ઝડપાયા હતા.