શાળાનું ધો.૧૦નું ૮૬.૯૬% અને ૧૨નું ૯૫.૧૧% પરિણામ : છાત્રોને સિલ્વર-સુવર્ણચંદ્રક એનાયત કરાશે
ઉપલેટાના ખીરસરા ગામમાં સ્વામિનારાયણ ગુરૂ કુળ શાળા દ્વારા સરાહનીય નિર્ણય લેવાયો છે. શાળામાં અભ્યાસ કરતા તમામ છાત્રોની પ્રથમ સત્રની ફી માસ કરવામાં આવશે. તેમજ આ વર્ષો શાળાનું ધો.૧૦નું ૮૬.૯૬% અને ધો.૧૨નું ૯૫.૧૧% પરિણામ આવ્યુ છે. બન્નેમાં પ્રથમ આવનાર છાત્રોને શાળા દ્વારા સિલ્વર તેમજ સુવર્ણ ચંદ્રક એનાયત કરાશે. ચાલુકાના ખીરસરા ગામે આવેલા સ્વામીનારાયણ ગુરૂ કુળ દ્વારા ધો.૧૦ અને ૧૨માં પ્રથમ નંબરે આવેલ વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા સિલ્વર-સુવર્ણચંદ્રક આપી સન્માનિત કરવામાં આવશે
તેમજ કોરોનાને કારણે શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને પ્રથમ સત્રની ફી માફ કરી દેવામાં આવી છે.આ અંગે સંસ્થાના પ્રમુખ શાસ્ત્ર નારાયણ સ્વરૂ પ દ્વારા સ્વામીએ જણાવેલ કે તાલુકાના નાનાએવા ખીરસરા ગામમાં સ્વામીનારાયણ ગુરુકુળમાં ધોરણ ૧૨ના વિદ્યાર્થી ટીલકીયા ક્રિષ ૮૯.૮૯ પીઆર સાથે પ્રથમ આવેલ છે. જયારે બારનું શાળાનું પરિણામ ૯૫.૭૭% આવેલ જયારે ધોરણ ૧૦માં પરમાર દિવ્યા ૯૭.૧૦ પીઆર સાથે પ્રથમ આવેલ જયારે શાળાનું પરિણામ ૮૬.૯૬% આવા શાળાના વિદ્યાર્થીઓએ ગૌરવ વધારતા તેઓનું સિલ્વર અને સુવર્ણ ચંદ્રક આપી સન્માનીત કરવામાં આવશે જયરે સમગ્ર રાજયમાં કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓના વાલીઓના ધંધારોજ ગાર બંધ રહેતા વાલીઓની પરિસ્થિતે ધ્યાનમાં રાખીને શાળાના પ્રથમ સત્રની ફી સંપૂર્ણ માફ કરી દેવામાં આવી છે. જયારે આગામી શત્રમાં શાળામાં રહેવા તથા અભ્યાસ માટે સંન્ટ્રલ એસી કરવામાં આવ્યા છે. જેથી વહેલા તે પહેલાના ધોરણે એડમીન પ્રક્યિા શરૂ કરી દેવામાં આવી છે. તેમ શાળાની યાદીમાં જણાવાયુ છે.