બાળક પિતાને માનવાચક શબ્દ થી બોલાવતો નથી. બાળક શીખે છે માતા પાસે થી આજકાલ માતાઓ તેમના પતિદેવને તમે ની જગ્યા એ તું કહી બોલાવે છે. માટે બાળક પરિવારમાં જે જુવે છે જે સાંભળે છે તે તરત જ ફોલો કરે છે.
હવે ઘણા બુદ્ધિજીવી લોકોને આ કડવાણી કડવી લાગી હશે તે એમ કહેશે કે રિલેશનમાં સંતાન અને પિતા, તથા પતિ અને પત્નીનો રિલેશન એક મિત્ર જેવો હોય છે. તેમાં પ્રેમ હોય છે તેમા માનવાચક શબ્દની જરૂર નથી. ખૂબ જ સાચી વાત છે. હું અને મારી પત્ની એકબીજાના દોસ્ત છીએ માટે ક્યારેક તુંકારે બોલાવિયે છીએ. પણ બાળક અથવા વડીલોની હાજરીમાં નહિ. અમારા એકાંતના સમયમાં. એવી જ રીતે પિતા-સંતાન પણ દોસ્ત જ હોય. પણ માત્ર શબ્દમાં લખવાના કે બોલવા પૂરતા નહિ. તમારું બાળક તમારી સાથે ખુલીને વાત કરી શકે. તમે ખુલીને તેની સાથે વાત કરી શકો તે મિત્રતા ખરી. આજકાલ બાળકો વડીલો, માં-બાપ અને ગુરુનું રિસ્પેક્ટ નથી જાળવતા તેનું કારણ બીજનું રોપણ આવા તુકારાથી થતું હોય છે.
આપણી જાત ને પૂછો કે શબ્દોની આપણી ખુદની ભાષા કેટલી બદલાઈ ગઈ છે આ 21મી સદીમાં પશ્ર્ચિમી સંસ્કૃતિની આંધળી દોટ માં…. કે આપણે ખુદ માતાપિતા, વડીલો અને ગુરુનો મહિમા ભૂલી જઈએ છીએ.
હું આ કોઈવાત 18મી સદીની નથી કરતો. સમાજ વ્યવસ્થા અને કુટુંબ વ્યવસ્થામાં કેવી રીતે બદલાવ આવે છે તે મનોવિજ્ઞાન આધારિત વાત કરી રહ્યો છું. વિષય ખૂબ જ ઊંડો છે. ચિંતા નહિ પણ ચિંતન કરવાનો વિષય છે. મારી અને તમારી આવનારી પેઢી માટે આપણે ચિંતન કરવું જ રહ્યું.. મારું જ્ઞાન, મારૂ અસ્તિત્વ મારું સર્વસ્વ મારા પિતા વંકેરાજસિંહ ઝાલા ને શરણે અને એમને આભારી છે. તે મારા ભગવાન મારા મિત્ર મારા સખા …
સંકલન : રાજેન્દ્રસિંહ ઝાલા
ડાયરેકટર, ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ, ઉપલેટા.
નોંધ : આ કડુ-કડિયાતુ વધુ કડવું લાગ્યું હોય તો પણ ગટ ગટાવી જજો કારણ કે ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે પશ્ચિમી સંસ્કૃતિના કીડાઓ ને મારવા જ રહ્યા…