શિક્ષિત બેરોજગાર યુવાનોનું મામલતદાર કચેરીએ આવેદન

ઘણા લાંબા સમયથી (લગભગ ૩ થી ૪ વર્ષથી) ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા કોઈને કોઈ કારણોસર અટકાવી દેવામાં આવી છે. અમુક ભરતી એવી છે કે જેમાં ઘણા સમયથી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ફકત નિમણુક આપવાની જ બાકી છે તો પણ સરકાર દ્વારા કોઈ ધ્યાન અપાતું નથી. આ અંગે શિક્ષિત બેરોજગાર યુવાનોએ મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં કરેલી વિવિધ માંગણીઓ મુજબ જે ભરતીમાં માત્ર નિમણુક બાકી છે તે આપી દેવામાં આવે, જે ભરતીની પ્રાથમિક / મુખ્ય પરીક્ષા કે કમ્પ્યુટર ટેસ્ટ કે ઈન્ટરવ્યુ થઈ ગયા છે તેના પરિણામ જાહેર કરવામાં આવે, જે ભરતીની જાહેરાત થઈ ગઈ છે પરંતુ તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી તેની સત્વરે તારીખ જાહેર કરવામાં આવે સહિતનાં મુદ્દે મામલતદાર કચેરીએ આવેદન અપાયું છે. રાજયનાં લાખો શિક્ષિત બેરોજગાર યુવાનોની વેદનાને સમજી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા અંતમાં માંગણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.