તમામ હત્યારાઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરવા મામલતદારને આવેદન

તાજેતરમાં કચ્છના એડવોકેટની કરપીણ હત્યાની ઘટનાને ઉપલેટા શહેર તાલુકા સમસ્ત અનુસુચિત જાતિ સમાજે આકરા શબ્દોમાં વખોડી કાઢી હત્યારાઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરવા મામલતદારને આવેદન અપાયું છે.

કચ્છ જિલ્લાના રાપર ગામે બામસેફના વરિષ્ઠ નેતા તથા ઇન્ડીયન એડવોકેટ એસોશિએશન ગુજરાતના અધ્યક્ષ દેવજીભાઇ મહેશ્ર્વરી એડવોકેટ જેઓની દિન દહાડે તેઓની ઓફીસ બહાર હત્યા થઇ આ હત્યાને લઇને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ઉપલેટા શહેર તાલુકા આ બનાવને આકરા શબ્દોમાં વખોડી કાઢે છે.

વર્તમાન સરકારના સતાધીશો ફિલ્મી કલાકાર કંગના રાણાવત જેવાની વધુ ચિંતા કરી રહ્યા છે જેઓને સુરક્ષા પુરી પાડવામાં આવે છે. જયારે બહુજન નેતા ઇવીએમને હટાવવાની વાત કરવા વાળા નેતા, દેશના સંવિધાનને બચાવવાની વાત કરવા વાળા નેતા, અનામતને બચાવવાની વાત કરવા વાળા નેતા ઓની હત્યા કરી નાખવામાં આવે છે. આવા લોકોનું રક્ષણ કરવામાં સરકારને શરમ આવી રહી છે જે ખરેખર સરકારની આવી તાનાશાહીથી સમગ્ર ભારત દેશ માટે અત્યંત દુ:ખ જનક છે.

આ બનાવના બાકીના હત્યારાઓની તાત્કાલીક અસરથી ધરપકડ કરવામાં આવે અને તમામ નરાધમ આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવે અથવા ફાંસી આપવામાં આવે તેવી માંગણી કરી છે. આ અંગેનુ મામલતદારને આવેદન આપતી વેળાએ બી.ડી. મંકમહ, સમ્રાટ મંકમહ, આર.પી. સોલંકી, વજુભાઇ રાઠોડ, દિપક ચૌહાણ, બાલાભાઇ સાંડયા, વશરામ રાઠોડ વગેરે હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.