ડો.પિયુષ કણસાગરા, ડો. નિકેતુ રૂપાપરાની 24 કલાકની
ડયુટીથી દર્દીઓને જીવનદાન મળ્યા

શહેરની સર્વ પ્રથમ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ ઉપલેટા કોવિડ સેન્ટરમાં છેલ્લા 10 દિવસમાં 40 કોરોના પોઝીટીવ દર્દીઓ સાજા થઈ જતા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. શહેરમાં મામલતદાર ગોવિંદસિંહ મહાવદિયા તેમજ છેલ્લા આરોગ્ય અધિકારી અને શહેરના સેવાભાવી ડોકટરો દ્વારા શહેરમાં સરકાર દ્વારા જો કોરોના સેન્ટર ખોલવામાં આવે તો શહેર તાલુકાના દર્દીઓને મોટો ફાયદો થાય અને જિલ્લા લેવલે મળતી સારવાર શહેરમાં મળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવેલા અંતે વહીવટીતંત્ર દ્વારા ક્રિશ્ર્ના મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલના ડો. પિયુષ કણસાગરા અને નિકેતુ રૂપાપરાને સરકાર દ્વારા કોરોના સેન્ટરની જવાબદારી સોંપવામાં આવેલ ત્યારે બંને ડોકટરની 24 કલાકની સઘન સારવાર નીચે 10 દિવસમા 40 કરતા વધુ દર્દીઓ સ્વસ્થ થઈ જતા રજા અપાઈ હતા ત્યારે દર્દીઓના સગા સંબંધીઓના મોઢા ઉપર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ કોવિડ સેન્ટરમાં મામલતદાર ગોવિંદસિંહ મહાવદીયા દ્વારા સમયાતરે વિઝીટ લેવામા આવે છે. તેમજ સરકાર દ્વારા જે ગાઈડ લાઈન નકકી કરવામાં આવી છે તે મુજબ કોવિડ સેન્ટરમાં દર્દીઓને સુવિધા આપવામા આવી રહી છે.આ અંગે કોવિડ સેન્ટરમાં સેવાઆપતા ડો. પિયુષ કણસાગરાએ જણાવેલકે હાલ કોરોના પ્રોઝીટીવ દર્દીઓને આરોગ્ય અને મેડીકલની ગાઈડ લાઈન મુજબ વિશાલ ગ્રાઉન્ડ અને હવા ઉજાશ વાળુ બિલ્ડીંગ હોય તો દર્દીઓ ઝડપથી સાજા થાય છે. બિલ્ડીંગમાં દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓને રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે સાથે દર્દીઓના સગા સંબંધીઓને બહારથી દવા લેવા તેમજ બ્લડ ટેસ્ટ માટે ખોટા વાહન ભાડા ન ખર્ચવા પડે તેમાટે બિલ્ડીંગમાં મેડીકલ સ્ટોર અને લેબ પણ ઉભી કરવામાં આવી છે.જેથી રિપોર્ટ અને દવાઓ ઝડપથી મળી રહે તો દર્દીઓ ઝડપથી સાજા થાય તે મુજબ ઉદેશ છે.

વધુમાં ડો. પિયુષ કણસાગરા ડો. નિકેતુ રૂપાપરાએ જણાવેલ કે જવાહર સોસાયટીમાં ભોવાન ગોકળ ક્ધયા છાત્રાલયના વિશાળ બિલ્ડીંગમાં ઓકિસજન વ્યવસ્થા સાથે શહેરના નામી એમ.ડી.એમ. એસ ડોકટરની 24 કલાક સેવા ઉપલબ્ધ છે. તેમજ આ કોરોના કેર સેન્ટરમાં 70 સુધીનું ઓકિસજન લેવલ અને સીઆરપી 230 સુધીના દર્દીઓના જીવ બચાવવામાં સફળતા મળી છે. તેમજ આ કોવિડ સેન્ટરમાં રેમડેસીવરના ઈન્જેકશનો પણ સરકાર દ્વારા ફાળવવામાં આવતા દર્દીઓ વધુ ઝડપથી સાજા થઈ જાય છે. તમામ સુવિધા સાથે સાથે મળતાવડા અને અનુભવી સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં હોવાથી દર્દીઓને કોઈ મુશ્કેલી પડતી નથી તેમજ મર્યાદીત સરકારની ગાઈડ લાઈન મુજબ 20 બેડની સુવિધા હોવાથી દર્દીઓ ને યોગ્ય સારવાર મળી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.