ડો.હેપી પટેલે ૩૦૦૦થી વધુ લોકોને હોમ કવોરન્ટાઇન કરેલા
કોરોના વાઇરસની મહામારીનો ભોગ સમગ્ર વિશ્વ બની ચુક્યુ છે ત્યારે હાલ તમામ ગુજરાતીના મોબાઇલ ફોન ઉપર રોંગટોનમાં હારશે કોરોના વોરિયર્સ અને તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો. હેપી પટેલનો કોરોના રિપોટ નેગેટિવ આવતા શહેરના કોરોના વોરિયર કોરોના સામે જીતી ગયા છે.
છેલ્લા બે માસમાં કોરોના વાઇરસને કારણે મોટાભાગના સરકારી ડોકટરો ઘરના ન ઘાટના જેવી જીદગી જીવી રહ્યા છે. સાથો સાથે મોતને પણ પોતાની મુઠીમાં રાખી કોરોના ગ્રસ્ત દર્દીઓની રાત-દિવસ સેવા કરી રહ્યા છે.
જે વ્યક્તિ ઈશ્વર ઉપર ભરોષો કરી કોઇ કાર્ય કરતું હોય છે. ત્યારે ઈશ્વરના પણ તેની ઉપર ચાર હાથ હોય છે. આવાજ ઉપલેટા શહેર તાલુકાને કોરોના રોગથી મહતમ અંશે દુર રાખવામાં સફળ થયેલા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર કોરોના વોરિયર્સ ડો. હેપી પટેલે અત્યાર સુધીમાં ૧૨૪ જેટલા કોરોના લક્ષણ ધરાવતા દર્દીઓને તપાસી રાજકોટ કે ધોરાજી સેમ્પલ માટે રીફર કર્યો હતા. જયારે દિવસથી શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના સેમ્પલ લેવાના શરૂ થયા ત્યારથી આજ સુધીમાં ૯૨ જેટલા લોકોના પોતાના હાથે સેમ્પલ લઇ રાજકોટ લેબમાં મોકલી આપેલ છે. આ ઉપરાંત શહેર તાલુકામાં બહાર ગામથી આવતા ૩૦૦૦થી વધુ લોકોને હોમ કવોરનટાઇન કરેલા. તાજેતરમાં સરકારની ગાઇડલાઇન મુજબ સ્થાનીક મજુરોને પોતાના વતન જવા માટે મેડિકલ ટેસ્ટ ફરજિયાત હોય તેવા ૧૦૦૦થી વધુ મજૂરોના મેડિકલ ટેસ્ટ કરેલા તેમજ છેલ્લા શહેરમાં ૩ વ્યકિતઓ અને તાલુકામાં એક વ્યક્તિને કોરોના પોઝેટીવ આવતા આવા લોકોના એક વ્યક્તિને કોરોના પોઝેટીવ આવતા આવા લોકોના જીવના જોખમે ઘરે જઇ મેડિકલ સારવાર અને સેનીટાઇઝર કરનાર ડો. હેપી પટેલનો બે દિવસ પહેલા કોરોના રિપોર્ટ રાજકોટ સિવિલમાં મોકલેલ ગઇ કાલે તેનો રિપોર્ટ નેગેીટવ આવતા આવા જાંબાઝ અને હિમતવાન ડો. હેપી પટેલમાં ખરા અર્થમાં ઇશ્ર્વરનું બીજુ રૂપ જોવા મળ્યુ છે.
ગઇ કાલે ડો. હેપી પટેલનો કોરોના રિર્પોટ નેગેટિવ આવતા તાલુકા મામલતદાર જી.એમ. મદાવદિયા, તાલુકા વિકાસ અધિકારી, ભાસ્કરભાઇ વ્યાસ, ઇત પી.આઇ.વી. એમ. લગારીયા, સાંસદ રમેશભાઇ ધડુક, ધારાસભ્ય લલીતભાઇ વસોયા, નગરપતી રાણીબેન ચંદ્રવાડિયા, તાલુકા પંચાયતના પ્રમુખ, જયાબેન ડાંગર શહેરના પત્રકારોએ ખરા અર્થમાં ઇશ્ર્વરનો આભાર માનેલ હતો.