ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માળખામાં રાજકોટ જીલ્લાના બે કોંગ્રેસના અગ્રણીઓ વસોયા અને પટેલની નિમણુંંક થતાં તેને ઠેર ઠેરથી આવકાર મળી રહ્યા છે.
ધોરાજી -ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય લલીતભાઇ વસોયાની પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા તરીકે અને રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર ડો. ઉવર્શી પટેલની પ્રદેશ કોંગ્રેસના મંત્રી તરીકે બીજી વખત નિમણુંક થતાં ધોરાજી-ઉપલેટા વિસ્તારના કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઇ છે. આ બન્ને આગેવાનોની નિમણુંકને તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગર, પૂર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા, પૂર્વ મંત્રી બળવંતભાઇ મણવર, જીલ્લા કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઇ વોરા, મહામંત્રી નયનભાઇ જીવાણી, ઉપપ્રમુખ જયદેવભાઇ વાળા, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ, સુભાષભાઇ માકડીયા, જીલ્લા પંચાયતના સભ્યો સોમભાઇ મકવાણા, નારણભાઇ સેલાણા, શિક્ષણ સમીતીના ચેરમેન રમણીકભાઇ લાડાણી,
નગરપાલિકાના સભ્યો ભૂપતભાઇ કનેરીયા, રધુવીરસિંહ સરવૈયા, પ્રવિણભાઇ દલસાણીયા, રિયાજભાઇ હિંગોરા, રાજકોટ જીલ્લા કોંગ્રેસ માઇલો સીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન યાસીન ડેડા, મુસ્લીમ અગ્રણી રજાકભાઇ હિગોરા, શિરાજ દાઉદશા શેખ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ રમેશભાઇ મકવાણા, શહેર કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણકાંતભાઇ ચોટાઇ ધોરાજી પાલિકા પ્રમુખ ડી.એલ. ભાષા, કારોબારી સમીતીના ચેરમેન જગદીશભાઇ રાખોલીયા, વિઠલભાઇ હિરપરા, ગોપાલભાઇ સલાટ, ગઢાઇાના સરપંચ નારણભાઇ આહીર, મજબુતભાઇ દુબલ, પાટણવાવના જીતુભાઇ લકકડ, વલ્લભભાઇ મુરાણી, દિનેશભાઇ સોજીત્રા, કીરીટભાઇ જાવીયા વિગેરે આવકારી અભિનંદન આપ્યા હતા.