732 લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે આશરો અપાયો
બીપર જોય વાવાઝોડાના પગલે વહીવટી તંત્ર ખડે પગે રહ્યું હતું. શહેરના નિચાણ વારા અને ઝુપડ પટ્ટી વારા 732 લોકોનું સ્થળાતર કરી સલામત સ્થળે આશરો આપ્યો હતો.
ઉપલેટા પંથકમાં ગઇકાલે ભારે પવન વરસાદને કારણે ઠેર ઠેર ઝાડ પડી જવા વીજળીના પોલ પડી જવા રસ્તાઓ બંધ થઇ જવા જેવી ઘટના બનતા અને સ્લમ વિસ્તાર તેમજ નીચાણ વાળા વિસ્તારોમાં કામગીરીની સમીક્ષા માટે જીલ્લા કલેકટર પ્રભવ જોષી, ડી.ડી.ઓ. ચૌધરી, એસ.પી. જયપાલસિંહ રાઠોડ, મામલતદાર મહેશ ધનવાણી, ટી.ડી.ઓ. ભાવસિંહ પરમાર, ચીફ ઓફીસર આર.સી. દવે સહીતના ઉચ્ચ અધિકારીઓ પ્રાંત અધિકારી લીખીયા શહેરના જળેશ્વરના ખાડા, પોપટીયાપરા, જીનમીલ ચોક તેમજ ગ્રામ્ય પંથકના પાનેલી, કોલંકી, ઢાંક સહિતના ગામોની સ્થળ નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા બાદ 732 લોકોનું સ્થળાંતર કરી શહેરની કોલેજ તેમજ બ્રહ્મખત્રાની વાનમાં આશરો આપવામાં આશરો આપવામાં આવ્યો હતો. તમામ સ્થળાંતર થયેલ લોકોને વહીવટી તંત્ર દ્વારા રાત્રે ફુડ પેકેટ સવારે નાસ્તો અને બપોરે ફુલ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જયારે ગઇકાલે ભારે પવનનેક ારણે ખાખીજાળીયા રોડ ઉપર સાત જેટલા વિજ પોલ પડી જતા તેને પુન: કાર્યરત કરતા પીજીવીસીએલના પાઘડાર અને તેમની ટીમ પહોંચી યુઘ્ધના ધોરણે કામગીરી કરી પુન: વિજ પુરવઠો ચાલુ કરાવ્યો હતો. જયારે તાલુકાના તલંગણા અને કુઢેચ વચ્ચે રોડ ઉપર વૃક્ષો ધરાસાઇ થતા લાઠ ગામના સરપંચ પૃથ્વીસિંહ ચુડાસમા અને ફોરેસ્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલીક રસ્તો ચાલુ કરાવતા ગ્રામજનો હાશકારો અનુભવ્યો હતો. જયારે શહેરી વિસ્તારમાં ગઇકાલે વધુ બે ઇંચ જેટલો વરસાદ પડી જતા સમગ્ર ઠંડક પ્રસરી ગઇ હતી.
આવતીકાલે લોકો ઘરમાં જ રહે: મામલતદાર ધનવાણી
આવતીકાલે બીપર જોય વાવાઝોડાનું જોર વધવાનું છે તેવી શકયતાને ઘ્યાનમાં લઇ ભારે પવન અને વરસાદને કારણ કોઇ જાનહાની ન થાય તે માટે આવતીકાલે લોકોએ પોતાના ઘરમાં અથવા સલામત સ્થળે રહેવું હિતાવત છે. પશુઓને બાંધવા નહી ધંધા રોજગાર અને ફેરીયાઓને પણ પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છીક બંધ રાખે તેવી મામલતદાર મહેશ ધનવાણીએ અપીલ કરી છે.