અત્યાર સુધી સ્થાનીક અધિકારીઓ એક બીજાને ખો આપી જવાબદારી અને આંખ આડા કાન કર્યા
રાજકોટ જિલ્લામાં વિવિધ જગ્યાએ ખનીજ સંપાદાયથી ખૂબજ સમૃધ્ધ છે. આ ખનીજનો કોઈ ગેરકાયદેસર ઉપયોગ ન કરે અને કરે તો તેની સામે સ્થાનીક કયા અધિકારીની કાર્યવાહી કરવાની જવાબદારી થાય છે. તે જિલ્લા કલેકટરે લેખીત આદેશ કરી ફરી પાછી જે તે ખાતાના અધિકારી જવાબદારી નકકી કરેલ છે.
જિલ્લાભરમાં છેલ્લા એક દાયકાથી સરકારી, ગૌચર અને સિંચાઈ વિસ્તારમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે. ત્યારે જયાં ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોય ત્યારે સ્થાનીક નાગરીકો જે તે ખાતાના અધિકારીઓને જાણ કરતા હતા પણ અમુક કામચોર મલાઈની લાલચે સ્થાનીક લોકોની રજૂઆત સાંભળવાને બદલે આ જવાબદારી પોતાનામાં નથી આવતી તેમ કહીને કલેકટર અથવા મામલતદાર પર દોસનો ટોપલો ઢાળી દેતા હતા પણ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા જયા ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોય ત્યાં જે તે ખાતા અધિકારીઓ અને કયા પ્રકારની જગ્યામાંથી ખનીજ ચોરી થાય છે. તેની જવાબદરી કોની બને છે.
તે માટે એક લેખીત હુકમ બહાર પાડયો છે. તેમાં સરકારી જમીનમાં મામલતદાર, પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અને રોયલ્ટી ઈન્સ્પેકટર, જયારે ગૌચરની જમીન સ્થાનીક તલાટી મંત્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી જયારે સિંચાઈ હેઠળના વિસ્તારમાં જે તે કાર્યક્ષેત્ર હેઠળના નાયબ કાર્યપાલક ઈજનેરની જવાબદારી ફિકસ કરવામાં આવી છે. હવે કલેકટરના આ પત્રથી સ્થાનીક જગ્યાએ થતી ખનીજ ચોરીમાંથી કોઈ અધિકારી પોતાની જવાબદારીમાંથી છટકી શકશે નહિ.