700થી વધારે બહેનો જુદી-જુદી તાલીમ લઇ મેળવે છે સ્વરોજગારી
લેઉવા પટેલ સમાજ તરફથી સને 2013થી સમાજની બહેનો સ્વરોજગાર રે મેળવીને કમાતી થાય અને પુરૂષ સમોવડી બનીને જુદી-જુદી પ્રવૃતિઓમાં ભાગ લેતી થાય તે માટે ઉપલેટા લેઉવા પટેલ સમાજ તરફથી શિવણ, ગુંથણ, ભરત, એમ્બ્રોડેરી, માચીકામ, બ્યુટીપાર્લર, મહેંદીકામ વિગેરેની તાલીમ આપવા માટે સ્વરોજગાર નિ:શુલ્ક મહિલા તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ. તેમાં કોરોના કાળ છે સુધી એટલે કે નવ વર્ષ સુધીમાં 700 થી વધારે બહેનોએ જુદી-જુદી તાલીમ લઈને સ્વરોજગારી મેળવેલ છે.
તે માટે તાલીમી બહેનોને પ્રમાણપત્ર વિતરણ માટેનો કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ છગનભાઈ એસ.સોજીત્રાના પ્રમુખ સ્થાને યોજવામાં આવેલ હતો. આ તકે છગનભાઈ સોજીત્રાએ વિશાળ સંખ્યામાં હાજર રહેલ તાલીમી બહેનોને સંબોધતા જણાવેલ કે, સંસ્થા તરફથી જે તાલીમ આપવામાં આવેલ છે, તેનો મહત્તમ ઉપયોગ થઈ રહયો છે અને હજુ આવતા દિવસોમાં તેનો વધારેને વધારે ઉપયોગ કરીને બહેનો કમાતી થાય અને જુદી-જુદી પ્રવૃતિઓમાં રસ લેતી થાય અને કુટુંબ, સમાજ, રાજ્ય અને દેશને પોતાની પ્રવૃતિ દ્વારા મહત્તમ યોગદાન રે આપે તેવી અપીલ કરેલ હતી અને સાથે સાથે ‘અબતક’ના પ્રતિનિધિ ભરતભાઈ રાણપરીયા તથા કિરીટભાઈ રાણપરીયાએ આ તાલીમ કેન્દ્રની મુલાકાત લઈને અને તેનાથી પ્રભાવીત થઈને સને-2014ની સાલમાં આ સંસ્થાને આઠ સિવણ સંચાઓ ભેટ આપેલ હતા તેમજ પ્રો.જેન્તીભાઈ ડોબરીયાએ બે સિવણ સંચાઓ ભેટ આપેલ હતા, જેથી તેઓનો સંસ્થાના પ્રમુખએ ખાસ આભાર વ્યકત કરેલ હતો.
આ કાર્યક્રમમાં તાલીમના કેન્દ્ર સંચાલક પી.જી.કુંભાણી તેમજ તાલીમની દેખરેખ માટે રચવામાં આવેલ સમિતીના ત્રણ બહેનો વર્ષાબેન વસોયા, મધુબેન સોજીત્રા અને રંજનબેન વસોયાનું સાલ ઓઢાડી, મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે હાજર રહેલા રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંક લી.ના ડાયરેકટર હરીભાઈ ઠુંમર તથા નરશીભાઈ મુંગલપરા તથા સરદાર વલ્લભભાઈ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વલ્લભભાઈ સોજીત્રા તેમજ મહિલા અગ્રણી વર્ષાબેન ગજેરા તેમજ જે.સી.આઈ.ના પ્રમુખ અસ્મિતાબેન મુરાણીએ પ્રાસંગીક પ્રવચનો કરેલા તેમજ હરસુખભાઈ સોજીત્રાએ આ પ્રસંગે હાજર રહી મહિલાઓને સરકારમાંથી મળતી સહાયો તેમજ મહિલાઓ માટેની વિવિધ યોજનાઓ વિશે બહેનોને ખાસ માર્ગદર્શન પુરૂ પાડેલ તેમજ કેન્દ્ર સંચાલક પી.જી.કુંભાણીએ તાલીમ કેન્દ્રની કામગીરીનો અહેવાલ આપેલ હતો.
આ પ્રસંગે આ સંસ્થાના ટ્રસ્ટીઓ દામજીભાઈ રામાણી, રવજીભાઈ સખ્યા, કે.ડી.ગજેરા, મુકેશભાઈ ડોબરીયા, શાંતીભાઈ ગજેરા તેમજ કિરીટભાઈ પાદરીયા, કિરીટભાઈ રાણપરીયા અને ખોડલધામ ટ્રસ્ટ-ઉપલેટાના પ્રમુખ રાજુભાઈ મુંજપરા, ખોડલધામ મહિલા સમિતી-ઉપલેટાના પ્રમુખ ચંપાબેન ગજેરા તેમજ ઉપલેટા નગરપાલિકાના સભ્યો જયશ્રીબેન સોજીત્રા, દક્ષાબેન વેકરીયા, જેન્તીભાઈ ગજેરા, જગદીશભાઈ કપુપરા વિગેરે ખાસ ઉપસ્થિત રહેલ હતા.આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અને આભારવિધી ટ્રસ્ટી શાંતીભાઈ ગજેરાએ કરેલ હતી અને કાર્યક્રમનું સંચાલન વલ્લભ ક્ધયા વિદ્યાલયના આચાર્યા જયશ્રીબેન સાવલીયા તેમજ શિક્ષીકા નયનાબેન વેકરિયાએ કરેલ હતું.