- માતાની સારવાર માટે લીધેલી રકમ ચુકવવા
- રૂ.6.85 લાખના રૂ.17.40 લાખ ચૂકવી દીધા બાદ મુદ્દલ અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી પિતા પુત્રને ધમકી આપતો
ઉપલેટા શહેરના દ્વારકા પૂરી વિસ્તારમાં રહેતા વેપારીએ માતાની સારવાર માટે આર્થિક જરૂરિયાત ઉપસ્થિત થતા અલગ અલગ શખ્સો પાસેથી વ્યાજે 10 ટકાએ 6.85 લાખ વ્યાજે રકમ લીધી હતી. તે પેટે ₹17.40 લાખ ચૂકવી દીધા બાદ પડાવી લીધેલા સહીવાળા ચેકો અને મુદ્દલ તેમજ વ્યાજ નહીં આપો તો કઢાવતા આવડે છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ઉપલેટા પોલીસ મથકમાં 9 વ્યાજખોરો સામે પઠાણી ઉઘરાણી અંગેનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. વધુ વિગત મુજબ ઉપલેટા શહેરના દ્વારકાપુરી મા રહેતા અને રાજમાર્ગ ઉપર ભવાની ખમણ નામેં દુકાન ચલાવતા મોહીલ નાગજી રૂપારેલીયા નામના વેપારીએ જયંતિ પીતાંબર મકવાણા, જીગ્નેશ જયંતિ મકવાણા, રોહિત દેવશી સોલંકી, વિમલ મેણસી ડેર, મેહુલ દલસુખ બારૈયા, રાજેન્દ્રસિંહ કનુભા ચુડાસમા, ધર્મેશ સિંગર, જયદીપસિંહ કૃષ્ણસિંહ જાડેજા અને દશરથસિંહ હઠુભા જાડેજા દ્વારા વ્યાજ અને મુદ્દલની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ફરિયાદી મોહીલભાઈ રૂપારેલીયા ના માતા બીમાર હોવાથી આર્થિક જરૂરિયાત ઉપસ્થિત હતા જેન્તીભાઈ મકવાણા પાસેથી ₹1,60,000 10% વ્યાજ લીધા હતા જે પેટે 4.80 લાખ ચૂકવી દીધા હતા જીગ્નેશ મકવાણા પાસેથી ₹15,000 વ્યાજ એ લીધા હતા રોહિત સોલંકી પાસેથી આજે 20,000 વ્યાજ લીધા હતા તે પેટે 36000 ચૂકવી આપ્યા હતા મેહુલ બારૈયા અને વિમલ ડેર પાસથી 6 લાખ વ્યાજે લીધા હતા જે પોતે 1.08 લાખ ચૂકવી આપ્યા હતા, રાજેન્દ્રસિંહ ચુડાસમા બે લાખ વ્યાજ લીધા હતા જે પેટે પાંચ પોઈન્ટ 80 લાખ ચૂકવી આપેલા ધર્મેશ સિંગર પાસેથી એક લાખ વ્યાજે લીધા હતા ત્રણ લાખ ચૂકવી આપ્યા હતા જયદીપસિંહ જાડેજા પાસેથી એક લાખ વ્યાજે લીધા હતા અને બે લાખ ચૂકવી આપ્યા હતા અને એક્સેસ ફોટોસ સાયકલ પડાવી લીધું હતું અને દશરથસિંહ પાસેથી 30 લાખ 200 લીધા હતા જે 36 લાખ ચૂકવી આપેલા હતા. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે માતાની સારવાર તેમજ વ્યાજે લીધેલા પૈસા ચુકવવા પૈસાની જરૂરિયાત ઉપસ્થિત પડતા અન્ય શખ્સો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા મળી રૂપિયા 6.85 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા જે પેટે રૂપિયા અત્યાર સુધીમાં રૂપિયા 17.40 લાખ ચૂકવી દીધા છતાં સહીવાળા કોરા પોતાની પાસે રાખી મૂળ રકમ અને વ્યાજ નહીં આપો તો પિતા પુત્રને ફોનમાં અને રૂબરૂ અવારનવાર વ્યાજ અને મુદ્દલની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવી છે. પોલીસે તમામ નવ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ પી આઇ સહિતના સ્ટાફ દ્વારા ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.