રાહત પેકેજથી દેશના અર્થતંત્રને મોટો ફાયદો થશે: ચંદ્રવાડિયા- માકડિયા – સોજીત્રા
છેલ્લા બે માસથી કોરોના રો સામે દેશનો મજુર, શ્રમજીવી અને નાના વેપાર ઉઘોગ સાવ બંધ હાલતમાં હોવાથી રાજય અને દેશનું અર્થતંત્ર ભારે આત્મનિર્ભર બનશે તેવો આશાવાદ ઉપલેટા ભાજપના હોદેદારોએ વ્યકત કર્યો છે.
પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશમાં અર્થતંત્રમાં નવા પ્રાણ પુરવા જે ર૦ લાખ કરોડનું વિશેષ આર્થિક પેકેજ જાહેર કર્યુ છે તેને આવકારતા નગર પાલિકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ ધવલભાઇ માકડીયા, કારોબારી સમીતીના ચેરમેન જયશ્રીબેન સોજીત્રા અને નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના ચેરમેન નિકૃલભાઇ ચંદ્રવાડીયાએ જણાવેલ કે હાલ દેશ કોરોનાના વાયરસને કારણે ભારે મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યો છે.
ત્યારે દેશના શ્રમજીવી, મજુરવર્ગ નાના વેપારીઓ અને ઉઘોગો બંધ રહેતા આ સાથે સંકળાયેલા લોકોની ચિંતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી કરી છે. અને ર૦ લાખ કરોડ રૂપિયાનું વિશેષ પેકેજ જાહેર કર્યુ છે.
ગરીબ કલ્યાણ યોજના હેઠળ ૧૦૭ લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યુ છે. આ જાહેરાત મુજબ ગરીબના ખાતામાં સીઘ્ધા રૂપિયા નાખવામાં આવ્યા હતા ત્યારબાદ ર૭મી માર્ચના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા અનેક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા અને સી.આર.આર. માં મોટો કાપ જાહેર કરવામાં આવ્યો હતો. આમ આવડા મોટા આર્થિક વિશેષ પેકેજથી દેશના અર્થતંત્રમાં નવા પ્રાણ ફુંકાશે અને ગામડાના છેવાડાના માનવી માટે આ પેકેજ આશિર્વાદ રૂપ સાબિત થશે
તેમ અંતે પાલિકા પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ ધવલભાઇ માકડીયા, કારોબારી સમિતિના ચેરમેન જયશ્રીબેન સોજીત્રા, નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયાએ જણાવાયું હતું અને દેશના પ્રધાનમંત્રીને શુભેચ્છા પાઠવી હતી.