દુધ સંઘના ચેરમેન ગોરધન ધામેલિયાનું ભાયાવદર મહિલા દુધ ઉત્પાદક મંડળી દ્વારા સન્માન
તાજેતરમાં રાજકોટ જિલ્લા ભાજપના નવા વરાયેલા હોદેદારોનો સન્માન સમારોહ ભાયાવદરના ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા પરિવાર તથા ભાયાવદર શહેર ભાજપ, ઉપલેટા શહેર-તાલુકા ભાજપ, ભાયાવદર દુધ ઉત્પાદક મહિલા મંડળી દ્વારા યોજવામાં આવ્યો હતો.
ક્ષત્રિય સમાજ ભવનમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવી પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયાની હાજરીમાં ભાયાવદર-ઉપલેટા સંગઠન દ્વારા યોજવામાં આવ્યો હતો. સન્માન સમારોહમાં જિલ્લા ભાજપના નવ નિયુકત પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાએ ઉપસ્થિત કાર્યકરોને જણાવેલ કે આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીમાં તમામ બુથ ઉપર પેજ ટીમ બનાવી આપણે ચૂંટણી જંગમાં ઉતરવાનું છે. સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈની પુણ્યતિથિ નિમિતે તમામ શહેર-તાલુકામાં લોક ઉપયોગી કામ કરી ઉજવણી કરવાની છે. સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ દેશના નવ હજાર કરોડ ધરતી પુત્રોના કિશાન સન્માન નિધિ યોજનામાં અઢાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખી દેશના ઈતિહાસમાં અત્યાર સુધીમાં કોઈએ સ્વ.વડાપ્રધાનની સ્મૃતિમાં ખેડુતોને યાદ કર્યા હોય તેવો પ્રથમ બનાવ ભારતીય જનતા પાર્ટી બનાવવા જઈ રહી છે.
તે તમામ કાર્યકર્તાઓ માટે ગૌરવની વાત છે. આ તકે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ઈન્દ્રવિજયસિંહ જાડેજાએ જણાવેલ કે ભાયાવદર શહેરમાં ભાજપ દ્વારા પ્રજાને લગતા અનેક વિકાસ કામો કરેલા છે. તમામ સમાજને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના સતાકાળ દરમ્યાન વિકાસ કામો કર્યા છે. આ સન્માન સમારોહમાં તાજેતરમાં રાજકોટ જિલ્લા દુધ ઉત્પાદક સંઘના નવનિયુકત ચેરમેન ગોરધનભાઈ ધામેલિયાનું ભાયાવદર મહિલા દુધ ઉત્પાદક મંડળીના હોદેદારો દ્વારા શાલ ઓઢાડી, મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયા, જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રી મનિષભાઈ ચાંગેલા તથા તેમની ટીમ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટ તેમજ તેમની ટીમ, આરડીસી બેંકના ડિરેકટર લલિતભાઈ રાદડિયા, હરિભાઈ ઠુંમર, યાર્ડના ઉપપ્રમુખ રાજુભાઈ સુવા, ભાયાવદર શહેર ભાજપના પ્રમુખ અતુલભાઈ વાછાણી, મહામંત્રી સરજુભાઈ માકડિયા, દિપકભાઈ મેરાણી, ઉપલેટા શહેર ભાજપના પ્રમુખ રમણીકભાઈ ઠુંમર, મહામંત્રી પરાગભાઈ શાહ, જીજ્ઞેશભાઈ ડેર, તાલુકા ભાજપના પ્રમુખ સંજયભાઈ માકડિયા, મહામંત્રી પૃથ્વીસિંહ ચુડાસમા, અતુલભાઈ બોરીચા, ભાજપના આગેવાનો મિતેશભાઈ અમૃતીયા, વી.સી.વેગડા, ધોરાજી વિધાનસભાના પ્રભારી રાજશીભાઈ હુંબલ, દિલીપસિંહ વાળા, પ્રતિપાલસિંહ જાડેજા, બાબુભાઈ હુંબલ, મયુરભાઈ સુવા, અજયભાઈ જાગાણી, મહેન્દ્રભાઈ ભાલોડિયા, ધોરાજી શહેર ભાજપના પ્રમુખ વિનેશભાઈ માથુકિયા, મહામંત્રી વિજયભાઈ બાબરીયા, દિલીપસિંહ વાળા સહિત ધોરાજી, ઉપલેટા, ભાયાવદર ભારતીય જનતા પાર્ટીના વિશાળ સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.