વરજાંગ જાળીયા ગામે કોરીવાસના મકાનો ૪૦ જેટલા ઘરોમાં કમર ડુબ પાણી ભરાયા: ર૦૦ જેટલા લોકો અગાસી પર આસરો લીધો
છેલ્લા ર૪ કલાક દરમ્યાન સતત વરસતા વરસાદને કારણે ઉપલેટા તાલુકાના મોજ અને વેણુ ડેમમાં ભારે પાણી આવવાથી ડેમના પાટીયા ખોલતા શહેર તાલુકાના અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બની ગયા હતા જયારે નદીમાં એક કિલોમીટર વિસ્તારની સીમ જમીનમાં પાણી ફરી વળતા હજારો વિઘા જમીનનો સફાયો બોલી ગયો હતો.
ઉપર વાસમાં ભારે વરસાદને કારણે વાગધપર પાસે આવેલા વેણુ ડેમ બે દિવસ પહેલા ઓવર ફલો થઇ જતા ડેમના પાટીયા ખોલ્યા હતા પણ ગઇકાલે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વેણુ ડેમમાં પાણીની જોરદાર આવક થતાં સવારે ૧૦ વાગ્યે ડેમના ૧૭ પાટીયા ૧ર ફુટ ખોલી નાખવામાં આવતા ડેમ નીચે આવતા નાગવદર, મેખાટીંબી, ગણોદ, નિલાખા ગામના માર્ગ ઉપર માથા ડુબ પાણી ફરી વળતા સંપર્ક વિહોણા બન્યા હતા જયારે વરજાંગા જાળીયા ગામને ફરતે પાણી ફરી વળતા ગામના કોળીવાસમાં ૪૦ જેટલા પરિવાર પણ સંપર્ક વિહોણા બન્યા હતા. આ ઘરોમાં ગોઠણ ડુબ પાણી ભરાઇ ગયા હતા. ર૦૦ જેટલા લોકોએ ઘરની અગાસી પર ચડી ગયા હતા વેણુ ડેમ ઓવર ફલો થવાને કારણે વેણુ નદી ગાંડીતૂરી બની હતી. નદીના બન્ને કાંઠે આવેલ હજારો વિઘા જમીનમાં માથાડુબ પાણી ભરાઇ જમીનના પાક અને જમીનનું સઁપૂર્ણ ઘોવાણ થઇ ગયું હતું. વરજાંગ જાળીયા ગામની સીમની જમીનમાં ઘણા પશુઓ ફસાઇ જવાના બનાવો બન્યા હતા.
બીજી તરફ શહેરની કોલકી રોડ ઉ૫ર આવેલ મનદિપ ઓઇલ મીલની સામે આવેલ ઇસ્કોન પાર્ક અને શાંકૃતલ સોસાયટીના ઘરોમાં ગોઠણ ડુબ પાણી ભરાતા ઘરમાં પડેલ ચીજવસ્તુઓ પલળી ગઇ હતી. જયારે સોસાયટીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા વોર્ડ નં.ર ના સદસ્ય મયુરભાઇ સુવા, શૈલેષભાઇ સુવા, જીજ્ઞેશભાઇ વ્યાસ, વિક્રમસિંહ સોલંકી, મામલતદાર જી.એમ. મહાવદીયા, ચીફ ઓફીસર આર.સી.દવે અને એન.ડી. આર.એફ. ની ટીમ દોડી ગઇ હતી. અને બે ગર્ભવતી મહીલાઓને બચાવી લઇ સલામત જગ્યાએ ખસેડવામાં આવી હતી.
તાલુકાની હજારો વિઘા જમીનમાં પાણી ફરીવળતા ઉગેલા પાક સાથે ખેતરો સાફ થઇ ગયા
ઉપલેટાથી મેખાટીંબી, નાગવદર, ગણોદ, નિલાખા ગામોના રસ્તા ઉપર માથા ડુબ પાણી ભરતા સંપર્ક કપાયો
બારે મેઘ અવતર્યા ચોમેર પાણી ફરી વર્યા… હરખાયો ધરતી પુત્ર આજ ધન્ય થઇ વસૃંધરા….
સૌરાષ્ટ્રમાં શ્રીકાર વરસાદ વરસતા ઉપલેટા શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા મોજ તેમજ વેણુ ડેમ ઓવરફલો થતાં બન્ને ડેમના પાટીયા ખોલતા નદીમાં ઘોડા પુર આવ્યા હતા