નવ સભ્યોની સંસદીય સમિતિમાં પણ સોલંકીને સ્થાન મળતા સૌરાષ્ટ્રના પાર્ટીના કાર્યકરોમાં આનંદ ફેલાયો
આગામી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ લડવાનું મન મનાવી લીધેલ હોય તેમ ધડાધડ નિમણુંક દૌર પાર્ટીના અધ્યક્ષો દ્વારા કરવામાં આવી રહ્યો છે.તેમાં સૌરાષ્ટ્રના જ્ઞાતી અને સંગઠનને ધ્યાનમાં રાખી પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સૌરાષ્ટ્રના જાણીતા આટીઆઈ એકટીવીસ્ટ અને ઉપલેટાના આહિર યુવાન મયુર સોલંકીની સમાજવાદી પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની સૂચનાથી સમાજવાદી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર ઉપાધ્યાય દ્વારા સૌરાષ્ટ્રના જ્ઞાતી સમીકરણોને ધ્યાનમાં રાખી પ્રદેશ ઉપાધ્યક્ષ સૌરાષ્ટ્રના જાણીતા આરટીઆઈ એકટીવીસ્ટ અને આહિર સમાજના તરવરીયા યુવાન મયુર સોલંકી (આહિર) નિમણુંક કરતા સૌરાષ્ટ્ર ભરમાથી આ વરણીને આવકારવામાં આવી છે. મયુર સોલંકી આહિર સમાજમાં ઉચ્ચ અભ્યાસ કરેલો યુવાન છે. અને સૌરાષ્ટ્ર આરટીઆઈ એકટીવીસ્ટ ક્ષેત્રે મોટુ નામ ધરાવે છે. તેમજ વિવિધ સામાજીક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. અને વિવિધ સમાજના આગેવાનો સાથે સારા એવા સંબંધ ધરાવે છે. આ વરણીને દ્વારકા જિલ્લા પ્રમુખ હમીરભાઈ આહિર પંચમહાલ જિલ્લા પ્રમુખ રજનીશભાઈ યાદવ કિરણભાઈ કંસારા સહિત આગેવાનો આવકારી શુભેચ્છા આપી છે.
સંસદીય સમિતિમાં પણ સ્થાન
સમાજવાદી પાર્ટીની પ્રદેશ સંસદીય સમિતિમાં નવ લોકોને સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં મયુર સોલંકીની સભ્ય તરીકે સ્થાન આપી પાર્ટી દ્વારા આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાંના સંગઠનને વધુ મજબુત બનાવી આગામી વિધાન સભાની ચૂંટણીમા યુવાનો વધુમાં વધુ જોડાઈએ માટે કામ કરશે.