રાજ્યની એકમાત્ર ઉપલેટા એનિમલ હોસ્ટેલ નાણાના અભાવે ડચકા ખાય છે

ઉપલેટા શહેરમાં રાજ્ય સરકાર ગૌરવ લઇ શકે તેવી એનીમલ હોસ્ટેલમાં હાલમાં એક હજાર જેટલી ગાયો રહે છે. આવી ગૌ માતાનો નિભાવ ખર્ચ માટે રાજ્ય સરકારે આગળ આવવાની વાત કરી ગૌ સેવા આયોગની રચના કરી લાભા લાભની વાતો સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે પણ ગૌ ભક્તોને નહી નકર કામ જોઇએ તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. તાજેતરમાં ઉપલેટા એનીમલ હોસ્ટલમાં રહેતી એક હજાર ગાયોને નિભાવ માટે નિભાવ સમિતિ દ્વારા સબસીડી માટે એક ફાઇલ મોકલેલ પણ આ ફાઇલ કાગળનો વાવ સાબિત થઇ સરકાર દ્વારા સબસીડી મળવાપાત્ર નથી.

રખડતા ઢોરનો ભોગ અનેક લોકો બન્યા હતા. હાલમાં ઘણાએ હાથ કે પગ ગુમાવી દીધા હોવાથી ગુલામી જેવી જીંદગી જીવે છે. સમગ્ર ઉપલેટા શહેર આવા રખડતા ઢોરથી ત્રાહીમામ પોકારી ઉઠ્યું હતું. એનીમલ હોસ્ટેલ તૈયાર હોવા છતા ખાટલે મોટી ખોટએ હતી કે ગાયોને એનીમલ હોસ્ટેલમાં રાખ્યા બાદ તેનો નિભાવ ખર્ચનું શું કરવું આ કારણસર એનીમલ હોસ્ટેલ પાંચ વર્ષ સાવ બંધ હાલતમાં પડી રહી હતી.

cow animal 2

આ વાત સમગ્ર શહેરના દાતાઓ અને નગરજનો જાણતા હોવા છતા બધા ચુપ હતા કહેવાતા રાજકીય નેતાઓ પણ આ બાબતે …… ઉચ્ચારી શકતા આખરે મોરના ઇંડા ચીતરવા ના પડે તે કહેવત મુજબ આજથી 25 વર્ષ પહેલા ગૌ ભક્ત વલ્લભભાઇ માકડિયાએ વડચોક ગૌ સેવા સમાજની સ્થાપના કરી હતી. તે વડચોક ગૌ સેવાના પ્રમુખ પિયુષભાઇ માકડિયા જે વલ્લભબાપા માકડિયાના દિકરા થાય છે, તેને પિતાના પગલે હિમ્મત કરી પ્રથમ ત્રણ માસનો એનીમલ હોસ્ટેલનો ખર્ચ વડચોક ગૌ સેવા સમાજના પિયુષભાઇ માકડિયાએ ઉપાડવાની જવાબદારી બતાવતા આખરે ઉપલેટા શહેરમાં રખડતા ઢોરના પ્રશ્ર્ન ઉકેલવા તરફ દેખાયો ગાળતા હતા અને આગેવાનોની બે વખત મીટીંગ મળી તેમાં સૌએ સાથ-સહકાર આપવાની વાત કરતા એક હજાર ગાયો માટે નિભાવ પ્રશ્ર્ન હલ થયો. છેલ્લા એક વર્ષ થયા ઉપલેટાના રોડ ઉપર એકપણ ઢોર જોવા મળતા નથી તે એક શહેર માટે ગૌરવની વાત કહેવાય.

એક વર્ષમાં ગાયોના નિભાવ માટે બે વખત લોકડાયરા એક વખત સંગીત સંધ્યા સહિતના કાર્યક્રમો પણ યોજાયા નવરાત્રી ઉપર અર્વાચીન નવરાત્રી કરતું ક્રિષ્ના ગ્રુપ પણ પોતાની તમામ આવક આ ગૌ માતાના નિભાવ ખર્ચ માટે આપી. આ ઉપરાંત શહેરના દાતાઓ અને મુળ ઉપલેટાનો હાલ બહાર ગામ રહેતા દાતાઓના સહકારથી આજે એક હજાર ગાયો ભાદર નદીના કાંઠે કુદરતી વાતાવરણમાં આનંદ કિલોલ કરી રહી છે.

હાલમાં દરરોજ 700 મણ જેટલી લીલી મકાઇ તેમજ દવા સહિતનો ખર્ચ એસીં હજાર રૂપિયા જેવો થાય છે. આ ખર્ચને પહોંચી વળવા શહેરના દાતાઓ અને વેપારીઓ દ્વારા પોતાના જન્મ દિવસે અને સારા નરસા પ્રસંગે દાન આપી રહ્યા છે પણ ખાટલે મોટી ખોટ એ છે. આ એનિમલ હોસ્ટેલને સરકાર તરફથી એકપણ રૂપિયા આપવામાં નથી આવ્યો જ્યારે એનીમલ હોસ્ટેલમાં ગાયોનો સમાવેશ કરી તેના નિભાવ કેસ કરવો તે માટે શહેરના 500 જેટલા પ્રબુધ્ધ નાગરીકો ગૌ આયોગ સેવાના ચેરમેન ડો.વલ્લભભાઇ કથીરીયાએ બોલાવી આવી એનીમલ હોસ્ટેલને રાજ્ય સરકાર પણ સહાય કરશે.

તેવી વાતો કરેલ પણ આજદિન સુધી એકપણ રૂપિયો મળ્યો નથી. રાજ્યની એક માત્ર એનીમલ હોસ્ટેલની હાલત આ હોય તો બીજા શહેરમાં હવે આવી એનીમલ હોસ્ટેલ ખોલવા કોઇ દાતા કે પ્રબુધ્ધ નાગરીકો આગળ નહિ આવે અને રાજ્યમાં રખડતા ઢોરનો પ્રશ્ન જ્યાને ત્યાંજ રહેશે. ઉપલેટાના ગૌ ભક્ત ભરતભાઇ કલોલાએ જણાવેલ કે રાજ્ય હોય કે કેન્દ્રની સરકાર હોય માત્ર વાતોના વડા કરવા સિવાય કાંઇ નથી. વાસ્તવિક પરિસ્થિતી વાતો કરતા કંઇક જુદી જ હોય છે. હાલમાં એક ગાયને નિભાવ માટે સો રૂપિયા સામાન્ય જોઇ છે ત્યારે રાજ્ય સરકારની સબસીડીમાં માત્ર પાણી અને દવાના ખર્ચમાં જાય છે, તેમાં પણ જો પૈસા ન આપી શકતા હોય તો આ સરકારને હિન્દુ ધર્મની વાત કરવામાં કોઇ અધિકાર નથી.

શહેરના તમામ આગેવાનોએ પક્ષપાત ભૂલી એક મંચ ઉપર આવવું જોઇએ 

રેઢીયાળ ઢોર સમગ્ર શહેર માટે માથાના દુ:ખાવારૂપ હતો. તેમાંથી છોડાવવા શહેરના ગૌ ભક્તો આગળ આવ્યા આજે એનીમલ હોસ્ટેલની સબસીડીના પ્રશ્ર્ને શહેરના તમામ પક્ષના આગેવાનો એક પ્લેટફોર્મ પર આવી સરકાર રજૂઆત કરી આનો ઉકેલ આવવો જોઇએ. જેથી બીજી વખત શહેરના સારા કામ કરવા માટે લોકો આગેવાનો આગળ આવી શકે.

એક વર્ષથી 30 લાખની સબસીડી અટવાતા ગૌ ભક્તો મુંજાયા

રાજ્ય સરકાર અને ગૌ આયોગની આશાએ ઉપલેટા શહેરને રખડતા ઢોર મુક્ત કરવામાં ભારે મહેનત કરનાર ગૌ ભક્તો દુ:ખ સાથે જણાવેલ કે એનીમલ હોસ્ટેલને રાજ્ય સરકાર 30 લાખ રૂપિયા જેટલી સબસીડી મળવાપાત્ર હતી પણ માત્ર એક નજીવું કારણ આપી સબસીડી મળવાપાત્ર નથી. તેમ જણાવી દીધેલ આખી એનીમલ હોસ્ટેલને ગૌ ચારાના પૈસા પશુ ડોક્ટરોને દવાના બીલ ચૂકવવા ભારે મુશ્કેલી થઇ રહી છે.

પ્રાસલા ગામે 2002માં આવો પ્રશ્ર્ન ઉભો થયો અને પૂર્વ ધારાસભ્ય માકડિયા આગળ આવ્યા પ્રશ્ન ઉકેલાયો

તાલુકાના પ્રાસલા ગામે ધર્મબંધુજી સંચાલીત ગૌ શાળામાં 2002માં પાંચ હજાર ગાયો હતી ત્યારે રાજ્ય સરકારે 28 લાખ રૂપિયાની સબસીડી ચૂકવવાનો ઇન્કાર કરતા તત્કાલિન ધારાસભ્ય પ્રવિણ માકડિયાએ તે વખતના મહેસૂલ મંત્રી હરેન પંડ્યા સામે આક્રમણ રજુઆત કરી આના પડઘારૂપે તાત્કાલીક કલેક્ટર રાકેશે ફાઇલ મંગાવી પ્રાસલા દોડી ગયેલ અને એક માસના ટુંકાગાળામાં સંપૂર્ણ 28 લાખની સબસીડી મજૂંર કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.