ઉપલેટાના જામટીંબડી ગામની નદી પર ક્રોઝવે સીમેન્ટ રોડ અંદાજે એકાદ મહીના પહેલા બનીને તૈયાર થયેલ છે.જેની સ્થીતી અત્યારે સાવ ખરાબ હાલતમાં છે તથા નાનજી નરશી મલ્લીની વાળીની બાજુમાં અંદાજે બે માસ અગાઉ બનેલ કોઝવે ની સ્થીતી પણ હાલ સાવ ખરાબ હાલતમાં છે ઉપરોકત દર્શાવેલ જામટીંબડી ગામના બન્ને કોઝવેના કામમાં પુરતા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી અને બન્ને કોઝવેનું કામ સાવ નબળુ કરી નાખેલ છે.
જેનું પ્રમાણ એ છે કે અંદાજે બે માસ જેવા ટુંકા સમયગાળામાં આ બન્ને કોઝવે પરથી સીમેન્ટ ઉખડી ધુળ ધાણી થવા લાગ્યા છે. તેવી જામ ટીંબડી ગ્રામ પંચાયતની સામાજીક આપ સમીતી ચેરમેન જીતેશભાઇ રજુઆત કરી યોગ્ય ઘટતું કરવા માંગ કરી છે.