‘અબતક’ બ્યૂરો ચીફની મુલાકાત લેતા ‘આપ’ના આગેવાનો સખીયા-હિરાણી

આગામી ધારાસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી કોંગ્રેસનો વિકલ્પ બનવા જઇ રહી છે ત્યારે છેવાડાના માનવી સુધી આમ આદમી પાર્ટીના કાર્યકર પહોંચે અને સ્થાનિક સ્તરેથી સંગઠન વધુ મજબૂત બને તે માટે આવતીકાલે આમ આદમી પાર્ટીના ઇશુદાન ગઢવી સહિતના પ્રદેશ આગેવાનોનો રોડ-શો અને જન સંવાદના કાર્યક્રમો હાજરી આપવા આવી રહ્યા છે.

ઉપલેટા ‘અબતક’ બ્યૂરો ચીફ મુલાકાતે શહેર આમ આદમી પાર્ટીના ધોરાજી-ઉપલેટા વિધાનસભાના પ્રભારી વિપુલભાઇ સખીયા, શહેર પ્રમુખ નથુભાઇ ભીંભા, મહામંત્રી જયેશભાઇ સાવલીયા, મીડીયા ઇન્ચાર્જ જસ્મીનભાઇ હિરાણી સહિતના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત લઇ જણાવેલ કે હાલમાં ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રજાને મોંઘવારી અને સરમુખ્યામ શાહી સિવાય કાંઇ આપેલ નથી સમગ્ર રાજ્યમાં અને દેશમાં સામાન્ય માનવીની જરૂરીયાત વાળી તમામ સેવાનું ખાનગીકરણ થઇ રહ્યું છે.

રાજ્ય અને દેશની જનતા અવાજ ઉઠાવે તો સત્તાના જોરે આંદોલનો એનકેન પ્રકારે દબાવી દેવામાં આવે છે ત્યારે કોંગ્રેસ પણ આ બધુ મુક્ષ પ્રેક્ષક બની જોઇ રહી છે ત્યારે લોકોમાં જે સત્તાધારી પક્ષ તરફ રોષ છે. પ્રજા આજે ભાજપનો વિકલ્પ સાધી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સમગ્ર દેશની જનતા સારી જોઇ રહી છે તેવું શાશન આપ્યું છે ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પ્રજાના પ્રશ્ર્નોને વાચા આપવા અને ગરીબ અને નબળી જનતાને મોંઘવારીનો વધુ ડામ ન આવે તેવી રીતે ગુજરાતમાં શાશન આપી દેશને નવો રાહ ચિંધશે ત્યારે આવતીકાલે ગુજરાત રાજ્ય આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી ઇશુદાનભાઇ ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઇ લોખીલ તથા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરૂ સહિતના આગેવાનો આવતીકાલે બપોર બાદ પાંચ વાગે આવી રહ્યા છે.

આવતીકાલે સાંજ 5 વાગે શહેરના બસ સ્ટેન્ડ ચોકમાંથી રાજમાર્ગ અને નટવર રોડ ઉપર ભવ્ય રોડ-શો બાદ તાલુકાના ખાખીજાળીયા ગામે ગરબી ચોકમાં જનસંવાદનો કાર્યક્રમ આપી પ્રજાના પ્રશ્ર્ને વાચા આપશે ત્યાર બાદ ગધેથર ગામે આવેલ ગાયત્રી મંદિરના મહંત પૂ.લાલબાપુના આર્શિવાદ મેળવી ત્યાંથી જામજોધપુર જવા રવાના થશે. કાર્યક્રમને આખરી ઓપ આવા આમ આદમી પાર્ટીના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.