ટ્રેનમાંથી ઉતરતી વેળાએ પગ લપસી જતાં અકસ્માતમાં કાળનો કોળયો બન્યાં
ઉપલેટામાં રેલ્વેમાં પત્નીને નાગપુર જવું હોવાથી ધોરાજીનો યુવાન પત્નીને ટ્રેનમાં બેસાડી ઉતરી રહ્યો હતો ત્યારે અકસ્માતે પગ લપસી જતા ટ્રેન નીચે આવી જતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અંગેની વધુ તપાસ રેલ્વે પોલીસ ચલાવી રહી છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ ધોરાજીના બહારપુરા વિસ્તારમાં મદરી મસ્જીદ પાસે રહેતો અને દરબાર ગઢ પાસે જીખાણીયા મસ્જીદમાં મોહજન તરીકે સેવા આપતો મુસ્લીમ યુવાન મલેક અલ્તાફ અજીજ ઉ.વ.52 પોતાના સસરાને ત્યાં નાગપુરમાં લગ્ન પ્રસંગ હોવાથી તેની પત્ની અને પુત્રીને પોરબંદરથી સંત્રાગાચી જતી ટ્રેનમાં ઉપલેટા મુકવા માટે આવ્યો હતો. ટ્રેનમાં બેસાડી પોતે ટ્રેનમાંથી ઉતરવા મુકવા માટે આવ્યો હતો.
ટ્રેનમાં બેસાડી પોતે ટ્રેનમાંથી ઉતરવા જતા અકસ્માતે પગ લપસી જતા ટ્રેન નીચે આવી જતા મલેકનું ઘટનાસ્થળે જ મોત થવા પામ્યુ હતું. ઘટનાની જાણ થતા રેલ્વેના અધિકારીઓ 108 મારફત મૃતક યુવાનને શહેરની સિવિલ હોસ્પિટલે પહોંચતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મલેકના પરિવારની પૂછપરછ હાથધરી બનાવની તપાસ હાથ ધરી હતી. મરણ જનાર મલેકને સંતાનમાં એક દિકરો અને દિકરી હોવાનું મલેકને આ ત્રીજું ઘર હોવાનું જાણવા મળેલ છે.
ટ્રેનમાં જતી પત્નીને અલવિદા કરવા આવેલો મલેક પોતાની જીંદગીને કાયમી અલવિદા કરી દેતા પરિવાર ભાર ગમગીન બની ગયું હતું.