ખૂલ્લી જીપમાં બેસાડી ગ્રામજનોએ પુષ્પ વર્ષા કરી

 

અબતક, કિરીટ રાણપરીયા, ઉપલેટા

ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામના આહિર યુવાન આર્મીની ટ્રેનીંગ પુરી કરી માદરે વતન ગામે પરત ફરતા મહંતના મંદિરની હાજરીમાં યુવાન ઉપર પુષ્પ વર્ષા કરી ભવ્ય સ્વાગત ગ્રામજનો દ્વારા ખૂલ્લી જીપમાં બેસાડી પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરેલ હતુ.

ખાખીજાળીયા ગામના પુનીબેન અને નારભાઈ પબાભાઈ વામરોટીયા પુત્ર પ્રદીપ પહેલેથી લશ્કરમાં જોડાઈને દેશની સેવા કરવાનું સ્વાગત કર્યું હતુ દિકરા પ્રદીપનું સ્વપ્ન પૂરૂ કરવા માતા પિતા દ્વારા મજુરી કરી પ્રદીપને આર્મીની ટ્રેનીંગમાં મોકલ્યો દિકરા પ્રદીપે પણ માતા-પિતા દ્વારા મજૂરી કરી પોતાના માટે કરેલો કર્ચ એળે ન જાય અને નાનપણથી પોતાએ જોયેલુ સ્વપ્ન પૂરૂ કરવા અનેક મુસીબતો વચ્ચે આખરે આર્મીની ટ્રેનીંગ પુરી કરતા ગઈકાલેમાદરે વતન ખાખીજાળીયા ગામે પરત ફરતા વૈજનાથ મહાદેવ ગ્રુપ અને વૈજનાથ મહાદેવ મંદિરમાં મહંત ઈશ્ર્વર પ્રકાશજી ગામના યુવાન સરપંચ ભાવેશભાઈ સુવા,તાલુકા પંચાયતના સભ્ય ભાવેશભાઈ સુવા તેમજ ગ્રામજનો દ્વારા આર્મીમેન પ્રદીપ ઉપર પુષ્પવર્ષા કરી ફુલહાર પહેરાવી સ્વાગત કરેલ હતુ. આર્મીની ટ્રેનીંગ પુરી કરનાર પ્રદીપ સુવાએ તેમના માતા-પિતાને પ્રથમ સેલ્યુટ મારતા દિકરાની બહાદુરી જોઈ માતા પિતાની આંખમાં પણ હરખના આંસુ આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.