ઉપલેટા નાં ગધેથડ ગાયત્રી આશ્રમ પૂજ્ય લાલબાપુ 14 વર્ષ થી ઉમરે ભેખ ધારણ કરેલ ત્યારે બાપુ નાગવદર ગામે સીમેન્ટ ભૂગળાનાં કારખાનાં માં નોકરી કરી રૂપિયા 2 મજુરી મળતી.
તેમાથી 1 રૂપિયો ઘર માટે અને એક રૂપિયો સાધના નાં પૂજા પાઠ ની સામગ્રી લેવાં મા ઉપયોગ કરી સાધના શરુ કરેલ પુ બાપુ આખો દિવસ કઠોળ શ્રમ કરતાં જેથી રાત્રે સાધના કરતાં.
તે દરમિયાન ઉંઘ ન આવે તે માટે માથા ની શીખા મા દોરી બાંધી ઉપર આડસર સાથે બાંધી સાધના કરતાં ત્યાર પછી નાગવદર ગામે નાનો આશ્રમ બનાવી ત્યા 151 કુંડી યજ્ઞ કરેલ અને ત્યા પણ 31 વર્ષ ની એકાંત સાધના કરેલ.
ત્યાર પછી બાપુ એ વેણુ નદી નાં કાંઠે આશ્રમ ની સ્થાપના કરેલ અને આ આશ્રમ ની સ્થાપના કરી 12 વર્ષ આશ્રમ નાં ગેઇટ બહાર ન જવાની ટેક રાખેલ અને ધીમેધીમે મંદિર ની સ્થાપના કરી.
મંદિર મુતીઁ પ્રાણ પ્રતિષ્ઠા નું મુહૂર્ત 1 વર્ષ મોડું આવતાં 14 વર્ષ નો બાપુ ને બહાર જવાનો સમય થયો અને મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા 351 કુંડી મહાયજ્ઞ કરી માતાજી ની પ્રાણપ્રતિષ્ઠા કરી ત્યાર બાદ દોઢ વર્ષ દરરોજ મંદિરે યજ્ઞ કરી તેની પુર્ણા વતી કરી ફરી 551 કુંડી ગાયત્રી મહાયજ્ઞ કરેલ જેમાં મેડીકલ કેમ્પ નું ખુબ મોટું આયોજન કરવામાં આવ્યું.
જેમાં 35 થી 40 લાખ માણસો એ ભાજન પ્રસાદી નો પણ લાભ લીધો હતો આ બન્ને મહાયજ્ઞ ના દિવસો એ ઉપલેટા તાલુકાના દરેક ગામોમાં ગાયો ને નીણ કુતરાં ને લાડવા પંખીઓ ને ચણ માછલીઓ ને ગુદીદાણા નાખી ને ભવ્ય ભગીરથ કાર્ય કરેલ હાલ હાલ બાપુનું એક મહિના નું એકાંત વાસ નું અનુષ્ઠાન તારીખ4- 3-18 નાં રોજ પુર્ણ થાય છે.
ત્યારે પણ ફરી ધર્મવર્ચસ્વ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં ઉપલેટા તાલુકાના 52 ગામ તેમજ આજુબાજુના બીજાં પણ ધુવારણ બંધ ભોજન પ્રસાદી તથા સાંસ્કૃતિક કાર્યક્રમ અને પૂજ્ય બાપુની અમૃતવાણી નું રસપાન નો ધાર્મીક લાભ લોકો લેશે હજારો લાખો લોકો ઉપલેટા તાલુકાના ગધેથડ ગાયત્રી આશ્રમ પૂજ્ય લાલબાપુ ઊમટી પડશે