અતિ પ્રાચીન ધરોહરો સ્થાનિક નબળી નેતાગીરીને કારણે ધૂળધાણી થવાના આરે

જૂનાગઢનો અતિપ્રાચીન ગણાતા ઉપરકોટનો કિલ્લો છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર  વચ્ચે એક બાજુ જોઈએ તો ધણીધોરી વગર ઝોલા ખાતો હતો  ધુળનો ઢગલો થવાના આરે ઊભેલા ઉપરકોટના દીવાલ અને દરવાજા રાજ્ય રક્ષિત સ્મારક જાહેર કરાતા પુરાતત્વ પ્રેમીઓમાં નવી આશા જાગવા પામે છે.

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢની અતિ પ્રાચીન ધરોહર માની એક ગણાતા  ગણાતા ઉપરકોટ લાંબા સમયથી વિકાસની વાટ જોઈ રહ્યો હતો સ્થાનિક નબળી નેતાગીરીના પાપે આ એક કિલ્લામાં  કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર આ ત્રણ વચ્ચે મહત્વની કામગીરી વખતે ઔપચારિક ચર્ચાઓમાં જવાબદારીની ફેંકાફેંકી થઈ  રહી હતી.

એફકેઝેડ

ઉપરકોટ કિલ્લાની અંદર આવેલા રાણકદેવીનો મહેલ અનાજના કોઠાર નવઘણ કુવો અને અડી કડી વાવ નીલમ અને માણેક તોપ રાજ્ય રક્ષિત હતા જ્યારે બૌદ્ધ ગુફાઓ કેન્દ્ર ના પુરાતત્વ વિભાગ હસ્તક હતી તેમાં ૨ ,૭૩, ૭૩૩ ચોરસ મીટરના કિલ્લાના   દિવાલ અને દરવાજા  રાજ્ય રક્ષિત જાહેર કરાતા પુરાતત્વ પ્રેમીઓમાં નવી આશા જાગવા પામી છે  ઉપરકોટનો કિલ્લો સ્થાનિક નબળી નેતાગીરીના કારણે   આજે દિવસ સુધી વિકાસથી વંચિત રહ્યો છે એક તબક્કે એવું કહીએ કે અસામાજિક તત્વોનો અડ્ડો બનેલો  ઉપરકોટ નો કિલ્લો આજ દિવસ સુધી વિકાસના બદલે સરકારના અલગ-અલગ વિભાગો ના બાબુઓની જવાબદારીની ફેંકાફેંકી જોતો રહ્યો છે ઉપરકોટ માટે સ્થાનિક પુરાતત્વ પ્રેમીઓ શિવાય કોઈપણની ઝંખના આજ દિવસ સુધી  દેખાય નથી સ્થાનિક તંત્રને હાલમાં આ કિલ્લાની ઉંમર પણ ખબર નથી અને  જાણવા માટે ક્યારેય પ્રયત્નો કરાયા હોય તેવું જાહેર કરાયું નથી.

ઘૌર ઉદાસીનતાના કારણે  જૂનાગઢના જાજરમાન ઈતિહાસનો સાક્ષી  વિકાસની વાટ જોતો ઉપરકોટનો કિલ્લો  જો હજુ બેદરકારીનો ભોગ બનશે તો તું ના ઢગલાથી વિશેષ લાખો પ્રવાસીઓને અહીં કશું જોવા નહીં મળે તેઓ પુરાતત્વ પ્રેમીઓનો માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.