ભારત ડિજિટલ ઇન્ડિયા ને વધુ ને વધુ મક્કમ બનાવી રહ્યું છે ત્યારે લોકો ડિજિટલ પ્લેટફોર્મ નો વધુને વધુ ઉપયોગ કરે તે માટે સરકાર પ્રોત્સાહિત પણ કરી રહી છે. આ વાતને ધ્યાને લઈ હવે યુપીઆઈ માં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું ઇવોલેટ પણ ઉપયોગમાં લેવાશે. જેપો હોય વ્યક્તિ કોઈ ખરીદી કરવા જાય અને ત્યાં યુપીઆઈ મારફતે ચુકવણું કરવા ઇચ્છતા હોય તો તે સ્થળ ઉપર તેઓ એસબીઆઇના ઇરૂપી વોલેટનો ઉપયોગ કરી શકશે. કરવા પાછળ સરકારનો મુખ્ય હેતુ એ જ છે કે વધુને વધુ લોકો ડિજિટલ વ્યવહાર તરફ આગળ વધે અને ડિજિટલ ઇકોનોમીને વિકસિત બનાવે.
સ્ટોર ઉપર યુપીઆઈ ક્યુઆર કોડ મારફતે એસબીઆઈ ઈવોલેટનો ઉપયોગ કરી શકાશે. કરવાથી ડિજિટલ ઇનોવેશન ની સાથોસાથ ડિજિટલ કરન્સી નો વ્યાપ પણ વધશે અને કેસલેસ ઇકોનોમી તરફ ભારત આગળ વધશે. માત્ર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જ નહીં પરંતુ હવે બેન્ક ઓફ બરોડા અને યસ બેન્ક પણ ડિજિટલ રુપી બેંક શરૂ કરવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર છેલ્લા ઘણા સમયથી દેશમાં ચલણ સ્વરૂપે ડિજિટલ મનીને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે ભારતીય ચલણ રૂપિયાને ડિજિટલ યુગમાં લઈ જવાની દિશામાં આરબીઆઈએ વધુ એક પગલું ભર્યું છે.
આરબીઆઈના જણાવ્યા મુજબ પાયલટ પ્રોજેક્ટમાં ચાર બેન્કો ભારતીય સ્ટેટ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, યસ બેન્ક અને આઈડીએફસી ફર્સ્ટ બેન્ક ચાર શહેરોમાં રિટેલ ડિજિટલ રૂપિયા જારી કરવાનું કામ કરશે. ત્યાર પછી અન્ય ચાર બેન્કો બેન્ક ઓફ બરોડા, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક પણ આ પ્રોજેક્ટ સાથે જોડાશે. આમ કુલ ૮ બેન્કો ડિજિટલ રૂપિયા જારી કરશે.