દક્ષિણ કોરિયાઇ કાર મેકર કં૫ની હ્યુન્ડાઇએ ચીનમાં ચાલી રહેલા શેંગડુ મોટર શો ૨૦૧૭માં આઇએક્સ ૨૫નું ફેસલિસ્ટ વર્ઝન લોન્ચ ઓળખવામાં આવે છે. ૨૦૧૪માં ચીનમાં હ્યુન્ડાઇએ આઇએક્સ ૨૫ લોન્ચ કર્યુ હતું. હવે એવી આશા છે કે ભારતમાં હ્યુન્ડાઇ જલદી ક્રેટાનો ફેસલિફ્ટ અવતારને લોન્ચ કરી શકે છે. જેને કં૫ની આગામી ઇન્ડિયન ઓટો એક્સપો ૨૦૧૮માં લોન્ચ કરી શકે છે.
1*25માં શુ છે ખાસ જાણો
આ કારમાં બમ્પર્સ અને સિગ્નેચર હકસાગલન ૪ સ્લેટ ફ્રન્ટ ગ્રીલ આપવામાં આવ્યું છે આ સાથે આઇએક્સ ૫ના અપડેટેડ વર્ઝનમાં કં૫નીએ પ્રોજેક્ટ હડલેમ્પ્સ, ડે ટાઇમ રનિંગ એલઇડી લાઇટ્સ પણ આપી છે. રિયર લુકમાં જોશો તો તમને ટેલલેમ્પ્સ અને નવા ગ્રાફિક્સ આપવામાં આવ્યા છે.
બોનેટના નીચે ૧.૪ લીટર ડીઝલ એન્જિન હશે. અને આ ૬ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સિસ્ટમની સજ્જ છે. જ્યારે ૧.૬ લીટર ડીઝલ યુનિટમાં ૬ સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયર બોક્સ આપી શકે છે. મિડિયામાં આવી રહેલા સમાચારો મુજબ ભારતમાં હ્યુન્ડાઇ ક્રેટાને અપગ્રેડ કરવામાં આવી શકે છે. જેમાં ઇલેક્ટ્રીક સનરૂફ, વેંટિલેટેડ ફ્રન્ટ સીટ્સ જેવા અપડેટની શક્યતા છે.