ધ કપિલ શર્મા શો’ના ફેન્સ માટે એક સારા ન્યૂઝ છે. લાંબા સમયથી શોમાંથી ગાયબ રહેલી ઉપાસના સિંહ પરત ફરી રહી છે. પરંતુ આ વખતે તે નવા કેરેક્ટરમાં જોવા મળશે. divyabhaskar.com સાથેની વાતચીતમાં ઉપાસનાએ પોતાના કમબેક અંગે કહ્યું છે. તેણે કહ્યું કે,”જીહાં, હું ‘ધ કપિલ શર્મા’શોમાં કમબેક કરી રહી છું. જેને તમે વર્ષોથી ઓળખતાં હોવ તો તેની સાથે ફરી કામ કરવાનો એક અલગ જ આનંદ હોય છે.” આ વાતચીતમાં ઉપાસનાએ કપિલ અને સુનિલના ઝઘડા પર પણ કમેન્ટ કરી હતી.