- ચાર ટ્રક સહિત છ વાહનો સીઝ: 80 ટન રેતી, કાર અને બાઈક સહિતનો મુદામાલ કબ્જે કરતી પોલીસ
ઉપલેટા પંથક ખનીજ ચોરો માટે સ્વર્ગ ગણાય છે. પણ કયારે અધિકારી કાયદાનું ભાન કરાવે ત્યારે નર્ક કરતા પણ વધુ ખરાબ હાલત થતી હોય છે. ગઈકાલે આવું જ કોઈ ઉપલેટા પંથકનાં ખનીજ ચોરો ઉપર થતા ખનીજ ચોરી કરતા માથાભારે શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો હતો નવ નિયુકત મામલતદારે આકરી કાર્યવાહી હાથ ધરેલ હતી.ઉપલેટાના કોલકી બાય પાસે વહેલી સવારે નવ નિયુકત મામલતદારને મળેલી બાતમી આધશરે પ્રથમ ટ્રક નં. જી.જે.25 ઈ 7777 અટકાવી તપાસ કરતા તેમાં બિલ્ડીંગ લાઈમ સ્ટોન 20 ટન બીજા ટ્રક નં. જી.જે.10 ઝેડ 8951 જેમા 20 ટન લાઈમ સ્ટોન, ત્રીજી ટ્રક નં. જી.જે. 03 એએકસ 7598 જેમાં 20 ટન લાઈમ સ્ટોન તેમજ ચોથી ટ્રક નં. જી.જે. 10 એકસ 8818જેમાં પણ 20 ટન લાઈમ સ્ટોન ભરેલ હોય તમામ ગાડીમાં લાઈમ સ્ટોનની ખાસ પરમીટ ન હોવાથી ચારેય ટ્રક ગેર કાયદેસર રીતે બિલ્ડીંગ લાઈમ સ્ટોનનું ગેરકાયદેસર વહન કરતા હોવાથી 80 ટન રેતી કિંમત ચાર લાખ રૂપીયા તેમજ ચાર ટ્રક કિંમત 39 લાખ મળી કુલ મળી 43 લાખ રૂપીયાનો જથ્થો સીઝ કરેલ હતો. આ ગેરકાયદે લાઈમ સ્ટોન વહન કરવા માટે અને મામલતદાર ગુપ્ત માહિતી પૂરી પાડતા શખ્સો ઉપર પણ મામલતદાર આકરી કાર્યવાહી હાથ ધરી નંબર વગરની કાર અને બાઈકને પણ પોલીસે ઝડપી લીધું હતુ.
- આમાં 53 લાખ જેવો મુદામાલ સીઝ કરી સ્થાનીક પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
- પાંચ વર્ષમાં 13 કરોડનો મુદામાલ સીઝ
છેલ્લા પાંચ વર્ષમાં 13 કરોડ વધુ રૂપીયાનો માલ ઉપલેટા પંથકમાંથી સીઝ થયો છે. જેમાં અગાઉ તાત્કાલીક મામલતદાર ગોવિંદજી મહાવદીયા દ્વારા પોણા ત્રણ વર્ષમાં સાત કરોડ કરતા વધુ તેમજ મહેશ ધનવાણી દ્વારા 6 કરોડ કરતા વધુ મુદામાલ સીઝ કરી સરકારની તીજોરીમાં સારી આવક થઈ હતી.
નંબર પ્લેટ વગર વાહનમાં ખનીજ ચોરી
ખનીજ ચોરોમાં નંબર પ્લેટ વગરના વહનો અગાઉ પણ પકડાયેલા છે. આજે પણ આવા વાહનો પકડાતા આની પાછળ ખનીજ ચોરોનો શું ઈરાદો હોઈ શકે તેમજ પોલીસ અને આરટીઓની આંખમાં ધુળ નાખવાનું કારણ શું તે જાણવું તંત્ર માટે ખુબ મહત્વનું છે.
વધુ એક સાદી રેતીનો ટ્રક પકડી પાડયો
છેલ્લા 48માં ચાર લાઈમ સ્ટોન ભરેલા ટ્રકને ઝડપી લીધા બાદ ગત રાત્રે ખાખીજાળીયા રોડ ઉપર મામલતદર નિખિલ મહેતા ફેરણીમાં હતા ત્યારે દ્વારકાધીશ પેટ્રોલીંગ પાસે 40 ટન ભરેલ સાદી રેતી ટ્રક નં. જી.જે. 13 એ. ડબલ્યું 6116ની તપાસ કરતા ડ્રાઈવર મળી ન આવતા 10 લાખ રૂપીયાનો મુદાંમાલ સીઝ કરી સ્થાનીક પોલીસને હવાલે કરેલો હતો.