રિબડા જાડેજા પરિવારને કાયમ માટે બાપુની અમિદ્રષ્ટિ અને આશિર્વાદ રહ્યા છે: રાજદિપસિંહ રિબડા
જાડેજા પરિવારના રાજદીપસિંહની સેવાને બિરદાવતા લાલબાપુ
રિબડાના જાડેજા પરિવાર દ્વારા ગામના લોકોની સેવાની સાથે સાથે ગરીબ દર્દીઓની સેવા માટે ઉપલેટાના ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે ગોંડલની સીવીલ હોસ્પિટલ માટે બે ઈકો એમ્બ્યુલન્સ પૂ. લાલબાપુના હસ્તે અર્પણ કરાઈ હતી.
ગઈકાલે સાંજે વેણુંગંગા નદીના કિનારે આવેલ વેણુગંગા ગાયત્રી આશ્રમ ખાતે રિબડાના જાડેજા પરિવાર દ્વારા પરિવારના મોભી સ્વ. મહિપતસિંહ ભાવુભા જાડેજા અને સ્વ.બારાજબાના સ્મરણા અર્થે રાજદિપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા બે ઈકો એમ્બ્યુલન્સ ગરીબ દર્દીઓની સેવા માટે ગોંડલની સિવિલ હોસ્પિટલનાં વહીવટી ભિાગને ગાયત્રી આશ્રમના મહંત પૂ.લાલબાપુના હસ્તે બંને એમ્બ્યુલન્સની ચાવીઓ ડ્રાઈવરને અર્પણ કરાઈ હતી. આ તકે લાલબાપુએ સ્વ. મહિપતસિંહ જાડેજા પરિવારના ખુમારીને બિરદાવી હતી અને આજે જાડેજા પરિવારની ત્રીજી પેઢીએ રાજદિપસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા અને સત્યજીતસિંહ જાડેજા જેવા પ્રૌત્રોએ વડવાઓની સ્મૃતિ યાદગાર બનાવવા આજે ગરીબ દર્દીઓની સેવા માટે તન-મન અને ધનની સેવાને બિરદાવી જાડેજા પરિવારને આવી સેવા કરવાની શુભેચ્છા અને આર્શીવાદ આપ્યા હતા. આ તકે રાજદિપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાએ જણાવેલ કે પૂ. લાલબાપુની અમિદ્રષ્ટી અને કૃપા કાયમીને માટે અમારા જાડેજા પરિવાર માટે રહી છે.
મા ગાયત્રી અને પૂ. લાલબાપુના આર્શીવાદથી અમને સેવાનો રસ્તો મલ્યો છે. તે કાયમને માટે બાપુના આશિર્વાદથક્ષ અમો ચાલુ રાખીશું સ્વ. દાદા મહિપતસિંહ જાડેજા ગોંલની જનતના પ્રતિનિધિ હતા ત્યારે આજે તેમની યાદગારી જળવાઈ રહે તે માટે બે એમ્બ્યુલન્સ તેમજ અગાઉ પણ બે એમ્બ્યુલન્સ ગોંડલના સીવીલ હોસ્પિટલને અર્પણ કરેલ હતી. આ તકે જાડેજા પરિવારના રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા મેહુલસિંંહ રામદેવસિંહ જાડેજા સહિત જાડેજા પરિવાર તેમજ રીબહાના ગ્રામજનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા સૌએ સાથે મળી પ્રસાદ લીધો હતો.