ઉપલેટા સમાચાર
ગુજરાત સરકાર આરોગ્યને લઈ હાલ ખૂબ ચિંતિત છે ત્યારે ગુજરાત ભરમાં આરોગ્ય કલ્યાણ વિભાગ દ્વારા દરેક જગ્યાએ કોવિડ જેવી બીમારીઓને પોહચી વળવા અગાઉ તૈયારીઓ અને અન્ય બીમારીઓમાં સરકાર અને સિવિલ સ્ટાફ તૈયાર હોય જેને લઈ આજે ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં નાના બાળકોથી લઈ ઉમરલાયક વ્યક્તિઓમાં કોવિડ જેવી બીમારીઓને તાત્કાલિક પોહચી વળવા આગોતરી તૈયારીઓને લઈ મોકડ્રિલ યોજવામાં આવી હતી.
જેમાં ઉપલેટા મામલતદાર મહેશ ધનવાણી સહિતના અધિકારીઓને હાજર રાખી એક પુખ્ત વયના અને એક 1.5 (દોઢ) વર્ષના બાળકને શ્વાસ લેવામાં તકલીફ, હાફવું, પલ્સ , ઓક્સિજન ઘટવા જેવી કોવિડ ના લક્ષણો સમાન બીમારીઓને લઈ મોકડ્રિલ યોજાઈ હતી. જેમાં હાલ હોસ્પિટલના આધુનિક ઉપકરણો જેવા કે. પલ્સ ઓક્સિમીટર, બીપી ઉપકરણ, સ્ટેથોસ્કોપ, ઓક્સિજન કોન્સેન્ટ્રેટર, તેમજ વેન્ટિલેટરનો ઉપયોગ કરી તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું.