કચ્છના દૂધઈમા 2.3 અને ઉપેલટામાં 2.3ની તીવ્રતાનો આંચકો
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે ત્યારે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રની ધરા અનેક વાર ધ્રુજતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. ઉપલેટા, અમરેલી સહિત કચ્છના દૂધઈમા પણ આંચકા અનુભવયા હતા.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે 12:37 કલાકે ઉપલેટાથી 13 કિમી દૂર 1.8ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ 9.8 કિમીની નોંધાઈ હતી. ત્યારબાદ બપોરે 2:10 કલાકે કચ્છના દૂધઇથી 23 કિમી દૂર 2.3ની તીવ્રતાના આચકનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ 16.1 કિમીની હતી.
અમરેલીમા પણ હળવા આંચકા અનુભવાયા હતા જો કે રિક્ટર સ્કેલ પર આ ભૂકંપ સત્તાવાર રીતે નોંધવામાં આવ્યા નથી. ભૂકંપના આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી વારંવાર આવતા આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ આ આંચકા સામાન્ય હોય લોકોએ ગભરાવાની જરૂર નથી.