શહેરમાં પંચારડી વિસ્તારમાં મોડી રાત્રે બે વાગે બે મુસ્લીમ શખ્સો વચ્ચે જુની અદાવતને કારણે ફાયરીંગ થતાં 4 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતાં જ સવારે જેતપુર ડી.વાય.એસ.પી. ડોડીયા ઘટના સ્થળે પહોંચી જીણવટ ભરી તપાસ ચલાવવામાં આવી હતી ત્યારે આ મામલે ૫ વ્યક્તિ પર ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે થોડાક મહિના પહેલા ઉપલેટાના સલીમ ઓસમાણ હિંગોરા ઉપર ઘડફોડી જુથ દ્વારા અન્ય માણસો મારફત હુમલો કરાવી હાથ પગ ભાંગી નાખ્યા હતા. ત્યારથી જ આ જુથો વચ્ચે અદાવત ચાલું થઇ હતી. ગઇ મોડી રાત્રે ઉપલેટાના પંચારડી વિસ્તારમાં ઘડફોડી જુથના મામદ અલી સમા તેમજ જાવીદ ધરાર મેમણ સહીતના શખ્સો ચા પાણી પીવા આવ્યા હતા. જયારે સામે જુથના સલીમનો દિકરો સોયલો પણ ચા પાણી પીવા આવ્યો હતો આથી બન્ને જુથની નજર સામ સામે ટકરાતા 6 રાઉન્ડ ફાયરીંગ થયા હતા તેમાં ચાર શખ્સોને ઇજા થતાં શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બન્ને જુથના શખ્સોને ઇજા થઇ છે. જયારે એક નિદોર્ષ વ્યકિતને પણ પડખાના ભાગમાં ગોળી વાગી ગઇ હતી.
હાલ સારવારમાં રહેલા ઘડફોડીના મામદ અલી સમા (ઉ.વ.34) ને સંડાસના ભાગમાં ગોળી ધુસી જતા ઓપરેશન કરી ગોળી કાઢવામાં આવી હતી. જયારે જાવીદ મિયાણા (ઉ.વ.33) ને સાથળના ભાગમાં ગોળી વાગતા તેનું ઓપરેશન કરી ગોળી બહાર કાઢવામાં આવી છે. જયારે બહાર ગામ રહેતા અને સગાને ત્યાં આવેલા નિદોર્ષ ઇરફાન ઇબ્રાહીમ લેબાને (ઉ.વ.52) ને હાથમાં ગોળી વાગી હતી.
તે સોસરવી નીકળી ગઇ હતી જયારે જાહિદ ધરાર મેમણ ઉર્ફે જયલાને ખંભાના ભાગે ગોળીની સામાન્ય ઇજા થઇ છે આજે તમામ શહેરની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જયારે આ ઘટના જુની અદાવતને કારણે બની છે. આ ઘટનાની જાણ થતાં ડી.વાય.એસ.પી. ડોડીયા તેમજ પી.આઇ. કે.કે. જાડેજા ઘટના સ્થળે દોડી ગયા હતા. બન્ને જુથના પરિવારોને પોલીસો બોલાવી નિવેદન નોંધી તપાસ હાથ ધરીને આ મામલે દિલાવર ઓસમાણ હિંગોરા, મોહસીન દિલાવર હિંગોરાસોહિલ સલીમ હિંગોરા અને બે અજાણ્યા શખ્સો સામે કલમ 307 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.