ક્રિષ્ના ગૃપના સથવારે ખેલૈયાઓ બન્યાં મંત્રમુગ્ધ

અબતક, કિરીટ રાણપરીયા, ઉપલેટા

શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્ર્ન ઉકેલ લાવી તેના નિભાવ ખર્ચ માટે એનિમલ હોસ્ટેલ આયોજીત ક્રિષ્ના ગૃપના સથવારે નવરાત્રી મહોત્સવમાં અધિકારીઓ અને પદાધિકારીઓ મહાઆરતીનો લાભ લઇ ધન્યતા અનુભવી રહ્યા છે.

વિવિધલક્ષી વિનય મંદિરના ગ્રાઉન્ડમાં ક્રિષ્ના ગૃપના સથવારે નવરાત્રી ઉત્સવમાં રાત પડેને દિવસ ઉગે સૌરાષ્ટ્રભરના ખેલૈયાઓ પણ બન્યા મંત્રમુગ્ધ કિંગ અને ક્વિન બનનાર ખેલૈયાઓને એક્ટિવા મોટર સાયકલ ભેટ આપવામાં આયોજકોના આયોજનને નગરજનો બિરદાવી રહ્યા છે.

222

માતાજીના નવલા નોરતાની મહાઆરતીનો લાભ લેતા ધારીના પ્રાંત અધિકારી જી.એમ.મહાવદીયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડિયા, નગરપતિ મયુરભાઇ સુવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડિયા, બાંધકામ સમિતિના ચેરમેન મનોજ નંદાણીયા, નગર પ્રાથમીક શિક્ષક સંઘના પ્રમુખ ભાવેશભાઇ સુવા, ઉદ્યોગપતિ ઘરણાંતભાઇ સુવા, સ્વીટ ફરસાણ એસો.ના પ્રમુખ પિયુષભાઇ માકડિયા, પિપલ્સ ક્રેડિટ કો.ઓ.ડિરેક્ટર કિરીટભાઇ રાણપરીયા સહિતના આગેવાનો અધિકારીઓ-પદાધિકારીઓ લાભ લીધો હતો. આયોજનને બિરદાવવા રાજકોટના ઉદ્યોગપતિ જયંતિભાઇ ભારદીયાએ એક લાખ જ્યારે ભાજપના અગ્રણી વિપુલભાઇ ઠેસીયાએ એક લાખ એકાવન હજારનું દાન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.