અગાઉ મારામારીનો ખાર રાખી બંને મુસ્લિમ જૂથ સામસામે આવી જતાં ભડાકા થયા: ડીવાયએસપી ડોડીયા સહિતનો કાફલો ઘટના સ્થળે
શહેરમાં પંચારડી વિસ્તારમાં મોડી રાત્રે બે વાગે બે મુસ્લીમ શખ્સો વચ્ચે જુની અદાવતને કારણે ફાયરીંગ થતાં 4 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતાં જ સવારે જેતપુર ડી.વાય.એસ.પી. ડોડીયા ઘટના સ્થળે પહોંચી જીણવટ ભરી તપાસ ચલાવી રહ્યા છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે થોડાક મહિના પહેલા ઉપલેટાના સલીમ ઓસમાણ હિંગોરા ઉપર ઘડફોડી જુથ દ્વારા અન્ય માણસો મારફત હુમલો કરાવી હાથ પગ ભાંગી નાખ્યા હતા. ત્યારથી જ આ જુથો વચ્ચે અદાવત ચાલું થઇ હતી. ગઇ મોડી રાત્રે ઉપલેટાના પંચારડી વિસ્તારમાં ઘડફોડી જુથના મામદ અલી સમા તેમજ જાવીદ ધરાર મેમણ સહીતના શખ્સો ચા પાણી પીવા આવ્યા હતા. જયારે સામે જુથના સલીમનો દિકરો સોયલો પણ ચા પાણી પીવા આવ્યો હતો આથી બન્ને જુથની નજર સામ સામે ટકરાતા 6 રાઉન્ડ ફાયરીંગ થયા હતા તેમાં ચાર શખ્સોને ઇજા થતાં શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બન્ને જુથના શખ્સોને ઇજા થઇ છે. જયારે એક નિદોર્ષ વ્યકિતને પણ પડખાના ભાગમાં ગોળી વાગી ગઇ હતી.
હાલ સારવારમાં રહેલા ઘડફોડીના મામદ અલી સમા (ઉ.વ.34) ને સંડાસના ભાગમાં ગોળી ધુસી જતા ઓપરેશન કરી ગોળી કાઢવામાં આવી હતી. જયારે જાવીદ મિયાણા (ઉ.વ.33) ને સાથળના ભાગમાં ગોળી વાગતા તેનું ઓપરેશન કરી ગોળી બહાર કાઢવામાં આવી છે. જયારે બહાર ગામ રહેતા અને સગાને ત્યાં આવેલા નિદોર્ષ ઇરફાન ઇબ્રાહીમ લેબાને (ઉ.વ.52) ને હાથમાં ગોળી વાગી હતી.
તે સોસરવી નીકળી ગઇ હતી જયારે જાહિદ ધરાર મેમણ ઉર્ફે જયલાને ખંભાના ભાગે ગોળીની સામાન્ય ઇજા થઇ છે આજે તમામ શહેરની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જયારે આ ઘટના જુની અદાવતને કારણે બની છે. આ ઘટનાની જાણ થતાં ડી.વાય.એસ.પી. ડોડીયા તેમજ પી.આઇ. કે.કે. જાડેજા ઘટના સ્થળે દોડી ગયા હતા. બન્ને જુથના પરિવારોને પોલીસો બોલાવી નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે. જયારે ફાયરીંગ કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. હજુ સુધી પોલીસે ગુનો દાખલ કરેલ નથી કોઇ શખ્સને પકડેલ નથી.