સિદસર ઉમિયાધામ માટે ૨૫૮૦ ઘ્વજાનું દેશભરમાંથી રજીસ્ટ્રેશન
ઉપલેટા કડવા પટેલ સોશિયલ ગ્રુપ આયોજીત ઉમા નવરાત્રી મહોત્સવનું આવતીકાલે સમાપન માતાજીની આરતી ઉતારી કરવામાં આવશે. છેલ્લા ૭ દિવસ થયા સપ્તપદિ પાર્ટી પ્લોટમાં કડવા પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા ઉમા નવરાત્રી મહોત્સવનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ નવરાત્રી ઉત્સવની સાથે સાથે માં ઉમિયાનાં સાંનિઘ્યમાં ધો.૪ થી ૧૨ એકથી ત્રણ નંબરે આવેલ કડવા પટેલ સમાજનાં તેજસ્વી તારલાઓનું મોમેન્ટો આપી સન્માનિક કરાયા હતા. તેમજ કડવા પટેલ સમાજનાં કુળદેવી માં ઉમિયાનાં આઠમાં નોરતે જ્ઞાતિરત્નો દ્વારા ૫૧ ઘ્વજાનું પૂજન-અર્ચન થયેલ હતું.
આ તમામ ઘ્વજા સિદસરમાં બિરાજતા માં ઉમિયાને ચડાવવામાં આવશે. આ ઉપરાંત દેશભરમાંથી ઘ્વજા માટે ૨૫૮૦ ઘ્વજાનું રજીસ્ટ્રેશન થયેલ હતું. આ ઉપરાંત આગામી ૧૮ થી ૨૨ ડિસેમ્બર ચંદી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. ઘરદિવડાની યોજનામાં લોકોને યોગદાન આપવા અપીલ કરાઈ હતી. આ નવરાત્રી મહોત્સવ દરમ્યાન પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયા, ગોંડલ નાગરીક બેંકનાં ચેરમેન જયંતીભાઈ ઢોલ, ધારાસભ્ય લલીતભાઈ વસોયા, નગરપતિ રાણીબેન ચંદ્રવાડિયા, જગદીશભાઈ ગણાત્રા, રાજાભાઈ સુવા, ધવલભાઈ માકડિયા, રણુભા જાડેજા, રમણીકભાઈ લાડાણી, હિરેનભાઈ, વાસુભાઈ ધોળકિયા, જગદીશભાઈ વિરમગામા, મિલનભાઈ ગજેરા, અશોકભાઈ શેઠ, ભરતભાઈ રાણપરીયા, ચંદ્રપાલસિંહ જાડેજા, જયેશભાઈ ત્રિવેદી સહિત વિવિધ સમાજ શ્રેષ્ઠીઓ, ઉધોગપતિઓ, શિક્ષણવિદોએ મા ઉમિયાની મહાઆરતીનો લાભ લીધો હતો.