જુનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આશરો આપી ભોજનની વ્યવસ્થા કરાઈ
પોતાના વતન જવા માંગરોળથી વહેલા જુનાગઢ પહોંચી ગયેલ યુ.પી. ના મજૂરોને રેલવે સ્ટેશનમાં રાતવાસો કરવા નહિ દઈ કાઢી મૂક્યા બાદ, ભૂખ્યા અને નિરાધાર બનેલ મજૂરોની વ્હારે પોલીસ આવી હતી અને આશરો અને ભોજન આપવાની વ્યવસથા કરવામાં આવેલ હતી.
યુપી રાજ્યના બાંગા જિલ્લાના રગૌલી ગામના વતની અને માંગરોળ ખાતે દરિયામાં બોટમાં માચ્છીમારીની મજૂરી કરતા મજૂરો પોતાની બપોરે એક વાગ્યે યુપીની ટ્રેઈન હોય સવારે પહોંચી ના શકે એટલે સવારે નીકળી વહેલા પહોંચી રેલવે સ્ટેશન પહોંચેલા, પરંતુ આ મજૂરોને અહી રાતવાસો નહિ કરી શકો તેમ જણાવી, રેલવે સ્ટેશનના ગ્રાઉન્ડમાંથી પણ બહાર કાઢી, અન્ય જગ્યાએ જવા રવાના કર્યા હતા. ત્યારે ૧૪ જેટલા મજૂરો ડીવાયએસપી કચેરી ખાતે પહોંચી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને રજૂઆત કરેલ કે, અમો સવારના નીકળ્યા હોઈ, તમામ ભૂખ્યા છીએ તેમજ અમારે એક રાત રોકાવા માટે કોઈ વ્યવસથા થાય એવી મદદ કરવા વિનંતી કરવામાં આવેલ હતી.
મજૂરોની વાત અને વિનંતી ઉપરથી હાલના લોકડાઉનના સમયમાં જૂનાગઢ પોલીસ પરિસ્થિતિ પામી ગયેલ અને જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ટ્રાફિક પી.એસ.આઈ. એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ, કમલેશભાઈ, અશોકભાઈ, કમાન્ડો ભગાભાઈ સહિતની ટીમ દ્વારા મંગરોળી આવેલ મજૂરો માટે જવાહર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરના ઋષિ સ્વામી તથા જે.પી.સ્વામીનો સંપર્ક કરી, તેઓને રહેવા માટે તથા જમવા માટે વ્યવસથા કરી, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.પી.ગોસાઈ, પીએસઆઇ પી.જે.બોદર તથા સ્ટાફ દ્વારા પોલીસ વાનમાં મજૂરોને પહોંચાડવાની વ્યવસથા પણ કરવામાં આવેલ હતી. જોગાનુજોગ યુપી ની ટ્રેન રદ થતા, મજૂરોને યુપી જવાની ટ્રેન નક્કી થાય ત્યાં સુધી જૂનાગઢ એસડીએમ જે.એમ.રાવલ, મામલતદાર એચ.વી.ચૌહાણ, નાયબ મામલતદાર કિરીટભાઈ સોલંકી, અનિલભાઈ, સહિતની ટીમ દ્વારા તમામ મજૂરોને સ્વામિનારાયણ મંદિરમાં જ આશરો આપવામાં આવેલ. આમ, માંગરોળ ખાતેથી યુપી જવા માટે જૂનાગઢ આવેલા જરૂરિયાતમંદ મજૂરોને કપરા સમયમાં જૂનાગઢ પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા આશરો અને ભોજન આપવાની વ્યવસથા કરવામાં આવેલ હતી.