ફટાકડી રાખવાના શોખીનમાં વધારો: છાશવારે હથિયારો મળી આવવાના બનતા બનાવો
વાંકાનેર, મોરબીમાંથી એટીએસે ગેરકાયદે હથિયારોનો કર્યો પર્દાફાશ
સૌરાષ્ટ્રની પ્રજાની સહનશકિત ઓછી હોવાથી ઇગો હટ થાય છે. તેથી નાની નાની વાતમાં લોકોને લાગી આવતા બનાવો મારામારીમાં પરિણામીની હોવાથી વેરઝેરના કારણે શખ્સો હથિયાર રાખતા હોય છે. જયારે આજના આધુનિક યુગમાં યુવાનો ફટકડી રાખવાનો શોખ ન હોવાથી ગેરકાયદે હથિયારોનો વેપલો સૌરાષ્ટ્રમાં ધમધમી રહ્યો છે.
ગેરકાયદે હથિયારોના નેટવર્કને તોડી પાડવા એ.ટી.એસ. અને સ્થાનીક પોલીસ દ્વારા સઘન ચેકીંગ દ્વારા અસંખ્ય હથિયારો અગાઉ ઝડપી લીધા છે. જેમાં રાજકોટ શહેરમાંથી છેલ્લા એક માસથી પાંચથી વધુ હથિયારો કબ્જે કર્યા છે. અગાઉ ગાંધીગ્રામ પોલીસે ૧૬થી વધુ રિવોલ્વર અને પિસ્ટલ કબ્જે કરી છે. હત્યાના ગુનામાં પેરોલ દરમ્યાન રહેલા શખ્સેના ઘરમાંથી સાતેક હથિયાર ઝડપી પાડયા હતા.
પાંચ માસ પૂર્વે એ.ટી.એસે. મોરબી જીલ્લાના વાંકાનેર અને હળવદ પંથકમાંથી મોટાપાયે વિદેશી હથિયારોનું નેટવર્કના પર્દાફાશ કરી મોટા પાયે હથિયારો જડપી લીધા હતા. બાદ એટીએસે મોરબીના શનાળા ગામેથી બે પિસ્ટલ સાથે શખ્સની વેરાવળના પ્રભાસ પાટણ ખાતેથી પિસ્ટલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. જયારે રાજકોટ શહેરમાંથી ભાજપ અગ્રણી અને પૂર્વ નગર સેવકને પણ હથિયાર સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શનાળા પાસેથી ગુજરાત એટીએસની ટીમે બે હથિયાર સાથે એક શખ્સને પકડી પાડ્યો
ટંકારાના સજનપર ગામથી શનાળા જવાના માર્ગ પરથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને ગુજરાત એ.ટી.એસ.ની ટીમ ઝડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની બે પિસ્ટલ જેની કીમત રૂપિયા ૪૦ હજાર સાથે ઝડપી અને જે અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોધી જે શખ્સ પાસેથી હથિયાર લીધા છે તેની સામે ગુનો નોંધી તેને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
ેબનાવની મળતી વિગત પ્રમાણે ટંકારાના સજનપર ગામથી શનાળા તરફ આવાના રસ્તા ઉપર ધારવાળા હનુમાનજીના મંદિર સામેથી પસાર થતો એક શખ્સને રોકીને ગુજરાત એ.ટી.એસની ટીમ દ્વારા તેની ઝડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની બે પિસ્ટલ મળી આવી હતી આ શખ્સ ઘનશ્યામસિંહ ઉર્ફે જીવી વિજયસિંહ જાડેજા (ઉ.વ.૩૭) ની ધરપકડ કરવામાં આવી હતી અને એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો હતો આ હથીયારો તેણે એમ.પી. ના અલીરાજપુર ખાતે રહેતા જગુ સરદાર પાસેથી લીધા હોવાની કબૂલાત આપતા છે એટલ જગું સરદારને ને ઝડપવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે તો હથીયાર સાથે ઝડપાયેલ શખ્સ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં છાશવારે ગેરકાયદે હથિયારો મળી આવવાના બનાવો સામે આવે છે જેની વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. એસપી દ્વારા પણ આ મામલે કડક કાર્યવાહીના આદેશો છુટયા છે.
રાજકોટમાં ભાજપનો પૂર્વ નગરસેવક પિસ્તોલ સાથે પકડાયો
રાજકોટમાં રાત્રિ કર્ફયુ દરમિયાન પેટ્રોલીંગમાં રહેલી પ્રદયુમનગર પોલીસની ટીમે એરપોર્ટ રોડ પરથી ભાજપના પૂર્વ નગરસેવકને પિસ્તોલ સાથે ઝડપી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ રાત્રી કફર્યુ દરમિયાન એરપોર્ટ રોડ ફાટક પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલા ભાજપના પૂર્વ નગરસેવક સંજય ઘવા (રહે. નાનામવા મેઇન રોડ) ની અટકાયત કરી પોલીસે તલાસી લેતા દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા તેની અટકાયત કરી ધરપકડ કરી હતી. પૂર્વ નગરસેવક સંજય ઘવા કોઠારીયા રોડ વિસ્તારમાં ભાજપનો નગરસેવક હતો અને મહાપાલિકાની પદાધિકારી પણ રહી ચુકયાનું જાણવા મળે છે.
વેરાવળમાં લોડેડ પિસ્તોલ સાથે શખ્સની ધરપકડ
ગીર સોમનાથ જીલ્લામાં ગેરકાયદે હથિયારો શોધી કાઢવા જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ આપેલી સુચનાને પગલે એસ.ઓ.જી.ના પી.આઇ. એસ.એલ. વસાયા ના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે વેરાવળના ગરીબ નવાઝ કોલોનીમાં રહેતો મોઇન સતાર પટણી નામનો શખ્સ પાસે હથિયાર હોવાની એ.એસ.આઇ. નટવણસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી મોઇન પટણી પાસેથી રૂ. રપ હજારની કિંમતની રપ હજારની કિંમતના પિસ્તોલ અને કાર્ટીસ સાથે મોઇન પટણીને ઝડપી લઇ રૂ. ૨૫૬૦૦ નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.