ઉતર પ્રદેશની ધાર્મિક નગરી વારાણસીને સાંસદ અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરના પ્રસ્તાવિત બનારસ દોર પેહલા જ બનારસને કેન્સર હબના રૂપમાં વિકસિત કરવાની રેલ્વે એ કામગીરી શરૂ કરી દીધી છે. આ કામની કમાન રેલવેના નવા મંત્રી પિયુષ ગોયલના હાથોમાં છે. ડીએલડબલ્યુ (ડીજલ રેલ ઈંજન કારખાના)થી જોડાયેલા સૂત્રોની વાત માનીએ તો મુંબઈ બાદ હવે બનારસને કેન્સરના ઈલાજ માટે બીજું સૌથી મોટું હબ બનવા જય રહ્યું છે. તેની પેહલા ભારતના ઘણા રાજ્યોમાં કેન્સર પીડિત લોકોના ઈલાજ માટે મદદ મળશે.

આ ડિપાર્ટમેંટથી જોડાયેલા એક વરિષ્ઠ અધિકારી પોતાનું નામ ઉજાગર ન કરતા આ એજન્સીને જણાવ્યુ હતું કે ટાટા મેમોરિયલ સેન્ટર અહી એક નહીં પરંતુ બે કેન્સર હોસ્પિટલ બનશે. ત્યાર બાદ પૂર્વોતર ભારતમાં પંડિત મહામના મદન મલાવીય કેન્સર સેન્ટર બાદ અહી બીજી હોસ્પિટલ બનશે.

રેલ્વે અધિકારીના જણાવ્યા પ્રમાણે “રેલ્વે કેન્સર સંસ્થાન ને પણ ટાટા મેમોરિયલ સોપાન લગભગ તૈયાર થઈ ચૂક્યું છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના 22 સપ્ટેમ્બરન પ્રસ્તાવિત દોરના દરમ્યાન જ આ વસ્તુને લઈને એમઓયુ સાઇન થવાની સંભાવના છે. આ તૈયારીને લઈને રેલ મંત્રી પિયુષ ગોયલ 17 સપ્ટેમ્બરે બનારસ પહોચશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 20 ડિસેમ્બરએ પોતાના સંસદીય ક્ષેત્રમાં 500 કરોડ રૂપિયાની લાગતથી બનારસને મહામના કેન્સર હોસ્પિટલ બનવાની વાત કરી હતી. જેનું સંચાલન પૂરી રીતે ટીઇએમસીને સોપવામાં આવ્યું હતું. બીએચયુમાં બનવા જઇ રહેલું કેન્સર હોસ્પિટલ ટાટા કેન્સર સંસ્થાન થી પણ વઘુ સારું બનવાનો દાવો અધિકારીઓએ તરફ થી કરવામાં આવ્યો છે.

ડીએમડબલ્યુના સૂત્રોના પ્રમાણે રેલ્વે બોર્ડ તરફ થી 14 સપ્ટેમ્બરે એક આદર્શ જારી કરવામાં આવ્યો છે. આ આદેશમાં રેલ્વે સંસ્થાનના 130 ડોક્ટર, અધિકારીઓએ અને કર્મચારીઓને સમાયોજિત કરવાની વાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.