પોરબંદર, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં સવારથી હળવા ઝાપટાથી લઇ અઢી ઇંચ સુધી વરસાદ
સૌરાષ્ટ્રમાં બુધવારે પણ સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી હતી. હળવા ઝાપટાથી લઇ પાંચ ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. દરમિયાન આજે સવારથી પોરબંદર, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘાનું જોર વધુ રહેવા પામ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા, કોડીનાર અને સુત્રાપાડામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ઉનામાં ત્રણ ઇંચ, વેરાવળામાં અઢી ઇંચ અને તાલાલામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢ જિલ્લાના કેશોદ, માંગરોળ, વંથલી અને વિસાવદરમાં 4-4 ઇંચ, માળીયા હાટીનામાં અઢી ઇંચ, મેંદરડામાં બે ઇંચ જ્યારે જૂનાગઢ શહેરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. અમરેલી શહેરમાં અઢી ઇંચ, ધારીમાં બે ઇંચ, બગસરામાં બે ઇંચ, લીલીયામાં બે ઇંચ, બાબરા, લાઠી, રાજુલમાં બે ઇંચ અને વડીયામાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજકોટ જિલ્લામાં જામ કંડોરણામાં અઢી ઇંચ, ગોંડલમાં દોઢ ઇંચ, ઉપલેટા, લોધિકા, પડધરી, કોટડા સાંગાણી, જેતપુર, જસદણમાં એક ઇંચ, સુરેન્દ્રનગરના ચોટીલા અને ચુડામાં એક ઇંચ, જામનગરના કાલાવડ અને જામનગર શહેરમાં એક ઇંચ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં અઢી ઇંચ, પોરબંદરમાં ત્રણ ઇંચ, રાણાવાવમાં દોઢ ઇંચ, ભાવનગર જિલ્લાના મહુવામાં બે ઇંચ, ગારીયાધારમાં સવા ઇંચ, પાલીતાણામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. દરમિયાન આજે સવારે પોરબંદરના રાણાવાવમાં અઢી ઇંચ, કુતિયાણામાં બે ઇંચ અને પોરબંદર શહેરમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. કચ્છ, ગીર સોમનાથ અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.